બ્લેકમની વિદેશમાં છુપાવનાર 19 ગુજરાતીઓના નામ લીક, લિસ્ટમાં છે અમદાવાદ, વડોદરા અને ભુજની હસ્તીઓ - Sandesh
  • Home
  • Business
  • બ્લેકમની વિદેશમાં છુપાવનાર 19 ગુજરાતીઓના નામ લીક, લિસ્ટમાં છે અમદાવાદ, વડોદરા અને ભુજની હસ્તીઓ

બ્લેકમની વિદેશમાં છુપાવનાર 19 ગુજરાતીઓના નામ લીક, લિસ્ટમાં છે અમદાવાદ, વડોદરા અને ભુજની હસ્તીઓ

 | 3:00 pm IST

અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, વિશ્વભરની રાજકીય, ફિલ્મી હસ્તીઓ, ખેલાડીઓ અને અપરાધીઓની નાણાકીય લેવડદેવડના ગોરખધંધાનો પર્દાફાશ કરી ખળભળાટ મચાવનાર પનામા પેપર્સ તાજેતરમાં હંગામો મચાવી દીધો હતો. પનામા પેપર્સના દસ્તાવેજોમાં કાળી કમાણી વિદેશમાં છુપાવનારા 500 ભારતીયોના નામો છે જેમાં 19 જેટલા નામ ગુજરાતીઓના છે.

પનામા પેપરલીક કેસમાં આવકવેરા વિભાગને વધુ ગુજરાતીઓના નામ મળ્યા છે. જે 19 કરદાતાઓની યાદી આવકવેરા વિભાગને મળી છે જેના આધારે નોટિસ આપીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ તપાસમાં કેટલાક કરદાતાઓના કરોડો રૂપિયાના બેનામી ટ્રાન્ઝેકશનો મળી આવ્યા છે. આવકવેરા વિભાગે અમદાવાદ, મોડાસા, પેટલાદ, ભૂજ, સુરત અને વડોદરાના બિઝનેસમેન અને વ્યકિતગત કરદાતાઓને નોટિસ ફટકારીને સાત દિવસમાં ખુલાસાઓ કરવા માટે તાકીદ કરી હતી.

પનામા લિકમાં જાહેર થયેલા 19 ગુજરાતીઓમાં કેટલાક બિઝનેસમેન અને વ્યકિતગત કરદાતાઓ છે. આ તમામની બેન્ક ડિટેઇલ,પાનકાર્ડ,આઇટી રિટર્નની છેલ્લા પાંચ વર્ષની માહિતી એકત્ર કરાઇ છે.  જે નામો જાહેર થયા છે તેમાં અમદાવાદના 9, વડોદરાના 9 અને ભુજના 3 લોકોનો સમાવેશ થાય છે. અમદાવાદના મનોજ દયાત્તાસ, નિલેષ શાહ, પરેશ દવે, નિલેશ મનુભાઈ, પ્રેમજી વેલજી ધનાનીનું તેમજ ભુજના મહંમદ સલીમ, પીરવાની અબ્દુલ, પ્રદિપ કૌશિકનું નામ આવ્યું છે. વડોદરાના દેવાંગ સંઘવી, કુંદન પટેલ, ચિરાયુ અમીન, દેવેશ દવે, મુકુંદ પટેલ, પ્રદિપ બુચ, છોટુમતી ચીમનભાઇ, હેમાલી પટેલનું નામ પણ યાદીમાં આવ્યું છે. આ ઉપરાંત મદલા જોશી, નિશા રાયસિંઘાનીનું તેમજ મનીષ સેલડિયા પણ યાદીમાં શામેલ છે.