ભક્તિના માર્ગમાં અહ્મને ઓગાળતા વામન ભગવાન   - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Shraddha
  • ભક્તિના માર્ગમાં અહ્મને ઓગાળતા વામન ભગવાન  

ભક્તિના માર્ગમાં અહ્મને ઓગાળતા વામન ભગવાન  

 | 12:30 am IST
  • Share

  ભગવાન એ વિષ્ણુ ભગવાનનો પાંચમો અવતાર છે. ભક્તિ ગમે તેટલી ઉત્કૃષ્ટ હોય, પણ જો તેમાં અભિમાન મળે તો તે ભક્તિથી પરમાત્માના હૃદયમાં સ્થાન નથી મેળવી શકાતું. ભક્તિમાં દાસ્યભાવ પણ હોવો જોઈએ. આ વ્રત વામન ભગવાને બલિરાજાને સમજાવીને ભક્તિનો સરળ માર્ગ ચીંધાડયો છે.

વામન અવતાર સાથે અનેક કથા જોડાયેલી છે. વામન ભગવાને ઈન્દ્રને રાજ્ય પાછું આપવા માટે અને બલિરાજાનું અભિમાન તોડવા માટે વામન સ્વરૃપે જન્મ ધારણ કર્યો હતો. વામન અવતાર સાથે દૈત્યરાજ બલિની કથા ખૂબ જ પ્રચલિત છે. બલિરાજા પરાક્રમી અને દાની હતા. તે ભગવાનના પરમ ભક્ત પણ હતા. જોકે, તેમનામાં એક દોષ હતો અને એ હતું તેમનું અભિમાન.  એક પૌરાણિક કથા મુજબ દૈત્યરાજ બલિએ ઈન્દ્રને પરાસ્ત કરીને સ્વર્ગ પર પોતાનો કબજો જમાવી લીધો. પુત્રનું સ્વર્ગ પરથી આધિપત્ય જતું રહ્યું હતું. આ જાણીને ઈન્દ્રની માતા અદિતી બહુ જ દુઃખી થયાં. તેમનાથી પુત્રનું આ દુઃખ જોઈ શકાતું નહોતું. તેથી તેમણે ઈન્દ્રની સહાયતા કરવા માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી અને ઈન્દ્રની સહાય કરવા કહ્યું ત્યારે વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા અને તેમણે અદિતિને વચન આપ્યું કે, ‘તમે ચિંતા ન કરો માતા, હું તમારી જ કૂખે જન્મ લઈશ અને ઈન્દ્રનું રાજ્ય પાછું આપીશ. સમય જતાં વિષ્ણુ ભગવાને અદિતિની કૂખે વામન અવતાર ધારણ કર્યો. વામન ભગવાનનું બ્રહ્મચારી રૃપ જોઈને બધાં જ દેવી-દેવતાઓ ખુશ થયાં.

 એક વાર વામન ભગવાનને જાણ થઈ કે બલિરાજા સ્વર્ગ પર સ્થાયી અધિકાર જમાવવા માટે અશ્વમેધ યજ્ઞા કરી રહ્યા છે ત્યારે આ જાણ થતાં જ વામન ભગવાન યજ્ઞામાં પહોંચી ગયા. તેમનું ઓજસ જોઈને બલિરાજાએ તેમને ઉચ્ચસ્થાન આપીને સત્કાર કર્યો અને ભેટ માગવાનું કહ્યું. ત્યારે વામન ભગવાને તેમને ત્રણ ડગલાં જમીન દાનમાં આપવાનું કહ્યું. બલિરાજાએ હાથમાં જળ લઈને ત્રણ ડગલાં જમીન આપવાનો સંકલ્પ લીધો. સંકલ્પ પૂરો થતાં વામન આગળ વધવા લાગ્યા અને તેમણે પહેલા ડગલામાં પૃથ્વી, બીજા ડગલામાં સ્વર્ગને માપી લીધું. ત્રીજા ડગલા માટે હવે બલિરાજા પાસે આપવા માટે કંઈ જ ન હતું તેથી સંકલ્પને પૂર્ણ કરવા માટે ત્રીજા પગને મૂક્વા માટે તેમનું મસ્તક આગળ કરી દીધું અને બલિરાજા બોલ્યા કે પ્રભુ, સંપત્તિનો સ્વામી સંપત્તિથી મોટો હોય છે. બધું જ ગુમાવી દેવા છતાં તેમના વચન પર અડગ રહેતા બલિરાજાથી વામન ભગવાન પ્રસન્ન થયા અને બલિરાજાને પાતાળના અધિપતિ બનાવી દીધા.

આગળ કહ્યું તેમ અહીં મસ્તક આપવાનો અર્થ છે અભિમાનને ઓગાળવું. બલિરાજાએ પોતાના અહ્મને ત્યાગી સંપૂર્ણ સમર્પણ ભાવે જ્યારે વામન ભગવાન સામે પોતાનું મસ્તક ધર્યું ત્યારે તે મસ્તકની સાથે પોતાના વિચાર, અહ્મ અને દરેક સૂક્ષ્મ ભાવ પ્રભુનાં ચરણમાં અર્પે છે અને તે ઘડીએ જ તેમનો અહ્મ ઓગળતાં તેમની ભક્તિ સાર્થક અને સિદ્ધ થાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો