ભચાઉમાં વેપારી પાસેથી બાઈકની લૂંટ ચલાવનાર શખસ દબોચાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kutch-Bhuj
  • ભચાઉમાં વેપારી પાસેથી બાઈકની લૂંટ ચલાવનાર શખસ દબોચાયો

ભચાઉમાં વેપારી પાસેથી બાઈકની લૂંટ ચલાવનાર શખસ દબોચાયો

 | 2:00 am IST
  • Share

ભચાઉના જયમાતાજી ચોકમાં ધોળા દિવસે બે અજાણ્યા ઈસમોએ વેપારીને છરી બતાવી ખિસ્સામાં જે કાંઈ હોય તેમ આપી દેવા જણાવ્યું હતંુ. ત્યારબાદ વેપારીને છરીથી ઈજા પહોંચાડી ૩પ હજારના બાઈકની લૂંટ ચલાવી હતી. જે ચર્ચાસ્પદ બનાવમાં પોલીસ  દ્વારા ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડી બાઈક કબજે કરી લેવામાં આવ્યું હતું.
ભચાઉ પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત સોમવારના બપોરના ૧ઃ૪પ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. શહેરના હિંમતપુરા, મંગલેશ્વર મંદિરની પાછળ રહેતા વેપારી જગદીશ જમનાદાસ ઠક્કર (રૂપારેલ) જેઓ બાઈક હંકારીને ભચાઉના જયમાતાજી ચોકમાંથી પસાર થતા હતા, ત્યારે બે અજાણ્યા ઈસમોએ બાઈક રોકાવી છરી બતાવી હતી અને ખિસ્સામાં જે કાંઈ હોય તે આપી દેવા જણાવ્યું હતું. ત્યારબાદ આરોપીએ વેપારીને છરીથી ઘસરકો કર્યો હતો અને રૂપિયા ૩પ હજારના બાઈકની લૂંટ ચલાવી લુટારુ પલાયન થઈ ગયા હતા.
લૂંટની ઘટના બાદ પોલીસે તપાસનો દોર તેજ બનાવ્યો હતો. દરમિયાન લૂંટમાં ગયેલ બાઈક સાથે આરોપી મયૂર લાખા કોલી, રહે. કોલિયાસરી, ભવાનીપુર, ભચાઉ વાળો રોટરી ક્લબ નવી ભચાઉથી પસાર થવાનો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડયો હતો અને લૂંટમાં ગયેલ બાઈક કબજે કરી લેવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન