ભચાઉ અને અસલાલી પો.મથકના ગુનાઓમાં વોન્ટેડ હતાબંને આરોપીઓને ભચાઉ તેમજ અસલાલી પોલીસ મથકે સોંપાવામાં આવશે - Sandesh
  • Home
  • Baroda
  • ભચાઉ અને અસલાલી પો.મથકના ગુનાઓમાં વોન્ટેડ હતાબંને આરોપીઓને ભચાઉ તેમજ અસલાલી પોલીસ મથકે સોંપાવામાં આવશે

ભચાઉ અને અસલાલી પો.મથકના ગુનાઓમાં વોન્ટેડ હતાબંને આરોપીઓને ભચાઉ તેમજ અસલાલી પોલીસ મથકે સોંપાવામાં આવશે

 | 3:53 am IST

ગોધરાથી છેતરપિંડી  – ચોરીના વોન્ટેડ બે આરોપીઓ ઝડપાયા

ા ગોધરા ા

એલસીબી ગોધરા દ્વારા મહારાષ્ટ્ર રાજ્યના દોડાઇંચા પોલીસ મથકનો ચોરીનો ગુનાનો એક આરોપી તેમજ કચ્છ જિલ્લાના ભચાઉ પોલીસ મથકનો તથા અમદાવાદ જિલ્લાના અસલાલી પોલીસ મથકનો એમ કુલ બે પોલીસ મથકનો એક જ આરોપી કે જે છેતરપિંડી- વિશ્વાસઘાતના ગુનામાં ફરાર હતો તેને ગોધરાથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

એલસીબી પીઆઇ ડી. એન. ચુડાસમાને નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે મળેલી સૂચના મુજબ ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર રાજ્યના ધુલીયા જિલ્લાના દોડાઇંચા પોલીસ મથકનો ચોરીના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી મોહસીન હારૃન પાડા જે પટેલવાડા ચાર રસ્તા પાસે ઉભો છે. તેવી બાતમીના આધારે એલસીબી પોલીસે ખાનગી રાહે વોચ ગોઠવી તપાસ કરતા ઉપરોકત આરોપી ઝડપાઇ જવા પામ્યો હતો. જયારે અન્ય એક આરોપી કે કચ્છ જિલ્લાના ભચાઉ પોલીસ મથકનો તેમજ અમદાવાદ જિલ્લાના અસલાલી પોલીસ મથકનો વિશ્વાસઘાત- છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ સતીષકુમાર નવનીતલાલ સુથાર (રહે. વેગનપુર, તા. ગોધરા) કે જે હાલ ગોધરા શહેરના ગોન્દ્રા ચોકડી ખાતે ઉભો છે. જેથી એલસીબી પોલીસે તેની વોચ ગોઠવી તેની ધરપકડ કરી ભચાઉ તેમજ અસલાલી પોલીસ મથકે સોંપવામાં આવ્યેા હતો.

;