ભચાઉ અને આસપાસનાં ગામડામાં મેઘરાજા મહેરબાન, બે ઈંચ વરસાદ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kutch-Bhuj
  • ભચાઉ અને આસપાસનાં ગામડામાં મેઘરાજા મહેરબાન, બે ઈંચ વરસાદ

ભચાઉ અને આસપાસનાં ગામડામાં મેઘરાજા મહેરબાન, બે ઈંચ વરસાદ

 | 2:00 am IST
  • Share

વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં મેઘાવી માહોલ જોવા મળ્યો હતો. મેઘરાજાએ આજે ભચાઉ અને તાલુકાનાં ગામોમાં હેત વરસાવ્યંુ હોય તેમ ત્યાં ૨ ઈંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોનાં ચહેરે રોનક જોવા મળી હતી. આ ઉપરાંત દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ રાત્રિના ભુજમાં પણ જોરદાર ઝાપટું વરસતા પાણી વહી નિકળ્યા હતા. ભુજમાં પણ દિવસ દરમિયાન એકાદ ઈંચ પાણી વરસ્યું હતું.
ભચાઉ તાલુકામાં બપોરનાં ૧૨થી ૨ના સમયગાળા દરમિયાન ગામોમાં સારો વરસાદ વરસ્યો હતો. તાલુકાના ગામોમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને પગલે ખેડૂતોનાં હૈયે ટાઢક વળી હતી. ભચાઉ શહેરમાં ગઈકાલે રવિવારનાં ૨૯ મિ.મી. વરસાદ વરસ્યા બાદ આજે બીજા દિવસે બપોરનાં ૧૨ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી ૪૩ મિ.મી. વરસાદ વરસતા નવા બસસ્ટેશનમાં પણ બે બે ફૂટના ખાડા પડી જતાં અને તે ખાડામાં પાણી ભરાતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. દરમિયાન વરસાદની આગાહી વચ્ચે મેઘાવી માહોલ વચ્ચે ગાંધીધામ, ભુજ, અંજાર, માંડવી, મુન્દ્રા, નખત્રાણા અને રાપરમાં હળવા ઝાપટા પડયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન