ભથવાડાની યુવતી ગુમ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ - Sandesh
  • Home
  • Baroda
  • ભથવાડાની યુવતી ગુમ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

ભથવાડાની યુવતી ગુમ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

 | 2:03 am IST

। પિપલોદ ।

દેવગઢ બારીયા તાલુકાના ભથવાડા ગામની આણંદ જિલ્લાના બાકરોલ ખાતે આવેલ નર્સીંગ કોલેજમાં અભ્યાસ કરતી યુવતી પિતાના ઘરેથી ક્યાંક ચાલી ગઇ હોવાની જાણ દેવગઢ બારીયા પોલીસ મથકે કરાતા પોલીસ દ્વારા શોધખોળ આરંભી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તાલુકાના ભથવાડા ગામના શિક્ષક દંપતીની પુત્રી લતાબેન મનાભાઇ વણકર કે જેનું લગ્ન ચાર માસ અગાઉ મુજબ મોરવા (હ) તાલુકાના નાગલોદ ગામના ઇશ્વરભાઇ ભાનુભાઇ સાથે થયા હતા. અને આ લતા આનંદ જિલ્લાના બાકરોલ ખાતેની નર્સીંગ કોલેજમાં બી.એસ.સી. નર્સીંગના ચોતા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ગઇ તા. ૫ ના રોજ લતાબેન તથા તેણીના પિતા બાકરોલ ખાતેની નર્સીંગ કોલેજમાં ફાઇલો જમા કરવા માટે વહેલી સવારના ગયેલ અને બપોરના સમયે પોતાના વતન ભથવાડા પરત આવ્યા હતા. મનાભાઇ પોતાની દીકરી લતાબેનને ઘરે એકલા મુકીને પત્ની સવિતાબેનને લેવા માટે ગયેલ અને શાળામાંથી ઘરે આવીને જોતા આ લતા ઘરમાં હાજર નહીં મળતા આજુબાજુ તથા સગાસંબંધીઓમાં તપાસ કરેલ પરંતુ તેણીના કોઇ સગડ નહીં મળતા તા. ૭ના રોજ દેવ. બારીયા પોલીસમથકે સ્ટેશન ડાયરી એન્ટ્રી નં. ૧૦-૨૦૧૮થી નોંધ કરી જાણવા જોગ જાહેરાત લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

;