ભથવાડા ટોલનાકા અને સાગારામા ગામેથી ' ૧ લાખનો દારૃ ઝડપાયો - Sandesh
  • Home
  • Baroda
  • ભથવાડા ટોલનાકા અને સાગારામા ગામેથી ‘ ૧ લાખનો દારૃ ઝડપાયો

ભથવાડા ટોલનાકા અને સાગારામા ગામેથી ‘ ૧ લાખનો દારૃ ઝડપાયો

 | 3:28 am IST

 

ભથવાડા ટોલનાકા પાસેથી દોઠ લાખનો મદ્દામાલ જપ્ત કર્યાે

સાગારામા ગામ ખાતેથી રૃ.૪૯૨૫૦ના દારૃ સાથે એક ઝડપાયો

।પિપલોદ ।

દેવગઢબારીઆ તાલુકાના સાગારામા તથા ભથવાડા ટોલનાકા એમ બંને અલગ અલગ જગ્યાએથી રૃા. ૪૯૨૫૦ તથા રૃા. ૮૧૬૫૦નો વિદેશી દારૃનો જથ્થો ફોર વ્હીલ ગાડીમાંથી ચાલક ડ્રાઇવર સાથે ઝડપી પાડયો છે.

ભથવાડા ટોલનાકા પાસે વાહન ચેકીંગમાં દરમ્યાન દાહોદ તરફથી એક હ્યુન્ડાઇ સેન્ટ્રો ગાડી આવતાં જ સાઇડમાં ઉભી રખાવી ચાલક ડ્રાઇવર તથા બીજી ઇસમોને ગાડી રોડ સાઇડમાં છોડી અંધારાની તકનો લાભ લઇ ભાગી જવામાં સફળ રહ્યાં હતાં. જ્યારે ગાડીની તલાશી લેતાં ગાડીમાંથી રૃા. ૨૭,૭૫૦નો દારૃ તથા તથા ગાડી મળી રૃા. ૧,૫૧,૬૫૦નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડી ગાડી નંબરના આધારે વધુ તપાસ સીનીયર પોસઇ બીજી રાવલનાઓએ વધુ તપાસ હાથ ધરી છે.જ્યારે સાગારામા ગામ ખાતે ખાનગી માહીતીના આધારે દેવગઢબારીઆ તરફથી આવતી ગાડીમાં ચેકીંગ હાથ ધર્યું હતું. પોલીસે આ ગાડી સાઇડમાં ઉભી રખાવતાં ચાલક ડ્રાઇવર રાજેશભાઇ રમસુભાઇ કટારાને ઝડપી ગાડીની તપાસ કરતા વિદેશી દારૃ રૃા. ૪૯૨૫૦ તથા ગાડી મળી રૃા. ૮૯૨૫૦નો મુદ્દામાલ પોલીસે ચાલક ડ્રાઇવર સહીતઅન્ય ઈસમોને ઝડપી પાડી પ્રોહીબીશન અંગેની ફરીયાદ દાખલ કરી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

;