ભથવાડા પાસેથી કતલખાને લઈ જવાતી ગાયો મુક્ત કરાઈ - Sandesh
  • Home
  • Newspaper
  • ભથવાડા પાસેથી કતલખાને લઈ જવાતી ગાયો મુક્ત કરાઈ

ભથવાડા પાસેથી કતલખાને લઈ જવાતી ગાયો મુક્ત કરાઈ

 | 2:45 am IST

પાલીસે રૃ. ૧૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યાે

ગાયોને ગોધરાની પાંજરાપોળમાં મોકલાઈ

। દાહોદ ।

ગાયો ભરી ગોધરા કતલખાને જતી ગાડીનો દાહોદના ગૌરક્ષકો તથા પોલિસે પોછો કરતાં તેનો ચાલક ભથવાડા હાઈવે રોડ પર મુકી નાસી જતાં તેમાંથી ૨૧ જેટલી ગાયો પકડી પાડી રૃ.૧૧.૦૫ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. પકડાયેલી ગાયોમાંથી ૧ ગાય મૃત હાલતમાં મળી આવતા બાકીની ૨૦ ગાયોને ગોધરા જીવકલ્યાણ પરવડી પાંજરાપોળમાં મોકલી આપી હતી.

પરમ દિવસે પિન્ટુભાઈ કલાલ અને મહેશભાઈની બાતમીના આધારે જીવદયા મિત્ર મંડળ ગોધરા તથા ગૌરક્ષકદળના દાહોદના કાર્યકર્તાઓ સંકલનમાં રહ્યા હતા અને દાહોદથી ગોધરા તરફ કતલના ઈરાદે મુશ્કેરાટ બાંધી રાખેલી હાલતમાં ગાયો ભરી આવી રહેલી ગાડીની વોચમાં હતા. આ બાબતની જાણ તેઓએ પંચમહાલ જિલ્લા પોલિસ કંટ્રોલરૃમ કથા દેવગઢ બારીઆ પોલિસને જાણ કરી દીધી હતી. દેવગઢ બારીઆ પોલિસને સાથે રાખી પીપલોદ નજીક આ આઈસર ગાડી દેખાતા તેનો પીછો કરતા ભથવાડા ટોલનાકા પર ડ્રાઈવર તથા કંડક્ટર આઈસર મુકી નાસી ગયા હતા.

ગાડીમાંથી પોલિસે ક્રુરતા પુર્વક બાંધી રાખેલ કતલખાને લઈ જવાતી ૨૧ ગાયો જેની કુલ કિંમત રૃ.૧.૦૫ લાખની કિંમતની ગાયો પકડી પાડી હતી. આ ગાયોમાંથી ૧ ગાય મૃત હાલતમાં હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન