ભરતનગરના લુખ્ખા શખસે ધમકી આપી ૧૨ લાખ માગ્યા - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • ભરતનગરના લુખ્ખા શખસે ધમકી આપી ૧૨ લાખ માગ્યા

ભરતનગરના લુખ્ખા શખસે ધમકી આપી ૧૨ લાખ માગ્યા

 | 1:51 am IST

ભાવનગર, તા.૧૩

શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતા એક લુખ્ખા શખસે વાળંદ યુવકને ઓફિસમાં ઘૂસી પરિવાર સાથે પરલોકો મોકલી દેવાની ધમકી આપી રૃ.૧૨ લાખની માગણી કરતા ચકચાર મચી જવા પામી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના ભરતનગર, સીતારામનગરમાં રહેતા ૪૧ ર્વિષય વાળંદ યુવાન સંજયભાઈ પોપટભાઈ બારડ પાસેથી ભરતનગરમાં રહેતો નીતિન નામનો શખસ છેલ્લા ૩ વર્ષથી બળજબરીથી પૈસા પડાવતો હોય, દરમિયાનમાં ગઈકાલે બપોરે ૨-૩૦ કલાકના સુમારે નિલમબાગ પોલીસ મથકથી દોઢેક કિલોમીટરના અંતરે આવેલી એચડીએફસી બેન્ક પાસે પોતાની ઓફિસે હતા. ત્યારે નીતિનએ ઓફિસમાં ધસી આવી ગાળો ભાંડી ટેબલનો કાચ ફોડી રૃ.૫,૦૦૦નું નુકશાન કરી તેની પાસે રહેલ કુહાડીને ગળા પર રાખી ‘તું બહુ કમાણો છો’ કહીં ૧૨ લાખની માગણી કરી એવી ધમકી આપી હતી કે, જો રૃપિયા નહીં આપ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાંખીશ તેમ કહીં નાસી ગયો હતો. બનાવ અંગે સંજયભાઈ બારડે સ્થાનિક નિમલબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ જે.પી.ગઢવીએ હાથ ધરી છે.

;