ભરતનગર શિવનગરમાં દૂષિત પાણી વિતરણથી રહીશો પરેશાન - Sandesh
  • Home
  • Bhavnagar
  • ભરતનગર શિવનગરમાં દૂષિત પાણી વિતરણથી રહીશો પરેશાન

ભરતનગર શિવનગરમાં દૂષિત પાણી વિતરણથી રહીશો પરેશાન

 | 3:18 am IST

। ભાવનગર (સંદેશાપ્રતિનિધિ) ।

ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા શિવનગરમાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણી વિતરણ કરવામાં આવતા રહીશો તોબા પોકારી ગયા છે, આ મામલે મહાનગર પાલિકાના તંત્રવાહકોને રજુઆત કરવા છતા કોઇ નિરાકરણ આવતુ નથી.

ઉનાળાનો આરંભ થયો છે, પાણી માટે હેરાનગતિ ભોગવતા લોકો મહાપાલિકા ધક્કા લેવાનું શરૃ થઇ ગયુ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી પીતા શિવનગરના રહીશો હેરાન પરેશાન થઇ રહ્યા છે, છતા મહાપાલિકા કહે છે, ભાવનગરમાં પાણીનો કોઇ પ્રશ્ન નથી !! શિવનગરમા બે માળીયાના રહીશોને રોજીંદા દૂષિત પાણી વિતરણ કરવામાં આવે છે, સંભવિત આ વિસ્તારમાં રોગચાળો ફ્ેલાશે તો કોણ જવાબદાર બનશે ? તેવો સવાલ રહીશોમાં ચર્ચાઇ રહ્યો છે.

ડહોળુ પાણી વિતરણ કરવામાં આવે છે, એટલું જ નહીં પણ પિવાના પાણીમાં કપડા ધોવાના પાઉડરની માફ્ક ફ્ીણ થાય છે, ઉનાળો આખો કાઢવાનો છે, ત્યારે વહેલતકે આ સમસ્યાનો નિવેડો લાવવા રહીશોમાંથી માંગણી ઉઠી રહી છે.

રજૂઆતો કરી પણ કોઇ ધ્યાન નથી દેતુ : રહીશ

દૂષિત પાણીનું વિતરણ ઘણા સમયથી વિતરણ કરવામાં આવે છે, આ બાબતે મહાપાલિકામાં રજુઆત કરવા છતા કોઇ ધ્યાન દેવામાં આવતું નથી. જો આ બાબતે કોઇ ઉકેલ નહીં આવે તો રહીશોનું ડેલીગેશન મહાપાલિકા લઇને જઇશુ.

– જગદીશભાઇ હરસોરા, રહીશ,બેમાળીયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;