ભરથાણા પાસે ૧૯ લાખનો શંકાસ્પદ કેફી પદાર્થ પકડાયો - Sandesh
  • Home
  • Newspaper
  • ભરથાણા પાસે ૧૯ લાખનો શંકાસ્પદ કેફી પદાર્થ પકડાયો

ભરથાણા પાસે ૧૯ લાખનો શંકાસ્પદ કેફી પદાર્થ પકડાયો

 | 4:39 am IST

જીઁદ્બ ના માર્કાવાળી પડીકીમાં બેચ નંબર, કિંમતનું લખાણ નથી

પોલીસે ચાલકની અટકાયત કરી ઃ ગુજરાતમાં જે પ્રતિબંધિત છે તે પડીકીઓનો મુદ્દામાલ પકડાયો

ા કરજણ ા

કરજણ તાલુકાના ને.હા. ૪૮ પર આવેલ ભરથાણા ટોલ નાકા પાસે બાતમી આધારે વોચમાં ગોઠવાયેલી એલસીબીએ ટેમ્પામાંથી નાની ગુટકા જેવી એસએચકેના માર્કાવાળી પડીકીમાં ગેરકાયદે કંપનીનો માર્કો, બેચ નંબર કે કિંમત વિગેરે જરૃરી લખાણ વિનાની શંકાસ્પદ નશીલા પદાર્થ સમાન ઓગણીશ લાખ ઉપરાંતની કિંમતના મુદ્દામાલ સાથે ચાલકની અટકાયત કરી ઝણવટભરી તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં  જેના પર પ્રતિબંધ છે તેવા પ્રકારની આ પડીકીઓનું હોવાનું પોલીસ જણાવી રહી છે.

બનાવની વિગત એવી છે કે, એલસીબીને બાતમી મળી હતી કે, લાલ કલરની આઇસર ગાડી નં. એમએચ.૦૩ સીપી ૪૦૯૭માં શંકાસ્પદ ચીજવસ્તુઓ ભરીને ટેમ્પો વડોદરાથી સુરત તરફ જનાર છે. જેના આધારે પોલીસ ચુનંદા સ્ટાફ સાથે ટોલનાકા પર વોચમાં હતી ત્યારે સદર બાતમી વાળો ટેમ્પો આવતાં તેને સાઇડ પર કરી પૂછપરછ હાથ ધરી હતી તેમજ ટેમ્પાની પાછળ ડાલામાં તપાસતા તાડપત્રી ઢાંકેલ હતી અને આગળ ખાલી કેરેટો ગોઠવી આડસ કરી હતી તેની પાછળ સફેદ કલરના પ્લાસ્ટીકના બોરાઓ હતા જે તપાસતાં વળિયારી, દાળ અને ગુટકા જેવી નાની પડીકી (પાઉચ)ની જેમ નાની પડીકી ઉપર અંગ્રેજીમાં માત્ર જીઁદ્બ લખેલ હતું. બીજી કોઇ વિગત લખેલી ન હતી. તેમજ આ મુદ્દામાલના કાગળો, અને ક્યાંથી માલ લાવવામાં આવેલ છે અને ક્યાં લઇ જવાનો છે તેના કોઇ બીલો, પાસ કે પરવાનો માગતા ચાલક મહંમદ કરમુલ્લા રાજનઅલી શેખ હાલ રહે. વાપી ચાર રસ્તા સુલેમાનભાઇની ચાલી મકાન નં. ૬ કબ્રસ્તાન રોડ બસ ડેપો પાસે તા. પાટડી જિ. વલસાડ મૂળ રહે. હરસનપુર, તા. કાદીપુર જિ. સુલતાનપુર (યુ.પી.)નો ગલ્લાં તલ્લાં કરતો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં ચાલકે માલના કાગળો કે ટેમ્પાના રજીસ્ટ્રેશનના કાગળો નહિ બનાવતા પોલીસે સદર મુદ્દામાલ ચોરી કે છળકપટની મેળવેલાનો શક જતા તેને પોલીસ સ્ટેશન લાવી મુદ્દામાલ કબજે લઇ આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

કેટલો મુદ્દામાલ પકડાયો

૫૪ પેકેટે નાની પડીકી ૭૨ તેની અંદાજિત કિંમત રૃા. ૧૦૦ મુજબ રૃા. ૫૪૦૦ લેખે મોટા પ્લાસ્ટીકના બોરા નંગ-૬ના રૃા. ૫૪૦૦ લેખે રૃા. ૩૨૪૦૦ થાય તે મુજબ કુલ બોરા નંગ-૬૦ મુજબ કુલ રૃા. ઓગણીશ લાખ ચુમ્માલીશ હજાર ટેમ્પાની કિંમત રૃા. ચાર લાખ, તાડપત્રી, રસ્સી, કેરેટ, મોબાઇલ, રોકડા રૃપિયા મળી કુલ રૃા. તેવીસ લાખ ઓગણ સાઇઠ હજાર એકસોનો મુદ્દામાલ કબજે કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;