ભરૂચના ૨૬ ગામના ખેડૂતોની પેન્ડિંગ કેસોના નિકાલ કરવાની માંગણી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ભરૂચના ૨૬ ગામના ખેડૂતોની પેન્ડિંગ કેસોના નિકાલ કરવાની માંગણી

ભરૂચના ૨૬ ગામના ખેડૂતોની પેન્ડિંગ કેસોના નિકાલ કરવાની માંગણી

 | 2:30 am IST

ક્લેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ

ા  અંકલેશ્વર ા

સરકારના પરિપત્ર મુજબ એક્સપ્રેસવે અને બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ માં જમીન ગુમાવનાર ખેડૂતોને રૂપિયા ૮૫૨ થી રૂપિયા ૯૦૦ સુધીની બજાર કિંમત નું વળતર મળે તેવી ખેડૂતો એ રજૂઆત કરતું આવેદન જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતું.

ભરૂચ-અંકલેશ્વરના ૨૮ જેટલા ગામોના હજારો ખેડૂતોની જમીન હાઇસ્પીડરેલ પ્રોજેક્ટ માટે સંપાદિત થઈ છે. હાલ ભરૂચ જિલ્લામાંથી વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે તેમજ બુલેટ ટ્રેન હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટની યોજના હેઠળ ભરૂચ, આમોદ, અંકલેશ્વર સહિત ૨૮ ગામો ની જમીન સંપાદન કરવાને ૧૨ વર્ષ વિતી ગયા છે પણ હજુ સુધી ખેડૂતોને જે યોગ્ય વળતર મળવું જોઈએ તે મળ્યું નથી.

વર્ષો પહેલા સંપાદિત થયેલી જમીન ને નજીવી કિંમત પ્રતિ ચોરસ મીટર રૂપિયા નવ થી રૂપિયા ૬૬ ચૂકવવામાં આવેલ છે હાલ ૧૨ વર્ષ વિતી ગયા હોવા છતાં રાજ્ય સરકાર સામે વધુ વળતર માટે જે કેસો દાખલ થયા છે અને કેસોના નિકાલ માટે સરકાર દ્વારા આર.બી ટ્રેટર ની નિમણૂક કરવા માં આવતી નથી જેને લઇ ને ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે.

હાલ સરકારના પરિપત્ર મુજબ એક્સપ્રેસવે અને બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ માં જમીન ગુમાવનાર ખેડૂતોને રૂપિયા ૮૫૨ થી રૂપિયા ૯૦૦ સુધીની બજાર કિંમત નું વળતર મળે તેવી ખેડૂતો એ રજૂઆત કરતું આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;