ભરૂચની આશ્રાય સોસાયટી સામેના કાંસમાંથી આધેડની લાશ મળી આવી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ભરૂચની આશ્રાય સોસાયટી સામેના કાંસમાંથી આધેડની લાશ મળી આવી

ભરૂચની આશ્રાય સોસાયટી સામેના કાંસમાંથી આધેડની લાશ મળી આવી

 | 2:54 am IST

આશ્રાય સોસાયટીથી નંદેલાવ તરફ જવાના રસ્તા પર કાંસમાં પાણીનો ભરાવો મૃતદેહની ઓળખ થતા મૃતક હરિદ્વાર સોસાયટીના વિજય વસાવા હોવાનું જણાયું

। ભરૂચ ।

ભરૂચની આશ્રાય સોસાયટી પાસેથી પસાર થતા રેલ્વે ટ્રેક નજીક કાંસ આવેલ છે. આ કાંસની ગટરમાં ગતરોજ સમીસાંજ કે મોડી રાત્રિના સમયે એક ૪૦ વર્ષિય વ્યકિત પડી જતા તે ડૂબી ગયો હતો અને ડૂબી જતા તેનુ મોત નિપજયુ હતુ.

જાણવા મળ્યા પ્રમાણે કાંસની જેવી ગટરમાં અર્ધ ડૂબેલ હાલતમાં જણાતી લાશ આજુબાજુના રહેવાસીઓએ જોતા લોકોએ સીટી પોલીસ ભરૂચને જાણ કરી હતી જેના પગલે એ.ડીવીઝન સીટી પોલીસના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

લાશને બહાર કાઢી તેની ઓળખ કરવાના પ્રયાસો કરાતા આ લાશ વિજય નટવર વસાવા ઉ.વ.૪૦ રહે.હરિદ્વાર સોસાયટી, ભોલાવની હોવાનું જણાયુ હતુ. મળતી માહિતી મુજબ વિજય વસાવા ગત રાત્રિના સમયે આશ્રાય સોસાયટી પાસે આવેલ સીતારામની મઢુલી સામેથી રેલ્વે ક્રોસ કરી હરિદ્વાર સોસાયટીના પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે કાદવ-કિચડમાં પગ લપસી જતા તેઓ પાણી ભરેલ મોટી ગટરમાં પડતા ડૂબી જતા તેમનુ મોત નિપજયુ હોવાનું મનાઈ રહ્યુ છે.

આ બનાવ અંગે ભરૂચ સીટી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સીવીલ હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી. વધુ તપાસ પોલીસ કરી રહી છે. અત્રે નોંધવુ રહ્યુ કે, આશ્રાય સોસાયટીથી નંદેલાવ તરફ જવાના રસ્તા પર રેલ્વે ટ્રેક પાસે આવેલ કાંસમાં ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થયો છે. એટલુ જ નહી પરંતુ આ પાણીમાં વ્યકિત પડતા ડૂબી જવાઈ તેટલુ ઉંડુ પાણી છે જે અંગે તાત્કાલીક રેલ્વે તંત્ર દ્વારા તેમજ અન્ય તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉભી થઈ છે.

આશ્રાય સોસાયટી અને તેની આજુબાજુની સોસાયટીમાં નાના બાળકો ઘણી સમીસાંજે ક્રિકેટ કે અન્ય રમતો રમતા હોય છે ત્યારે આવા કાંસ અને કાંસમાં ભરાયેલ પાણી જોખમકારક સાબિત થાય એમ જણાય રહ્યુ છે. અગાઉના સમયમાં પણ આવા નાના મોટા કાંસમાં બાળકો અને કિશોરો પડયા હોવાના અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા તેમના બચાવી લેવામાં આવ્યા હોય તેવા બનાવો બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;