ભરૂચમાં આજે દુર્ગા માતા સહિતની મૂર્તિઓનું નર્મદા નદીમાં વિસર્જન થશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ભરૂચમાં આજે દુર્ગા માતા સહિતની મૂર્તિઓનું નર્મદા નદીમાં વિસર્જન થશે

ભરૂચમાં આજે દુર્ગા માતા સહિતની મૂર્તિઓનું નર્મદા નદીમાં વિસર્જન થશે

 | 3:07 am IST

શ્રાવણ ચોકડી વિસ્તારમાં બંગાળી સમાજ દ્વારા મૂર્તિઓ સ્થપાઇ

। ભરૂચ ।

ભરૂચ શહેરમાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વરસે પણ શ્રાવણ ચોકડી વિસ્તારમાં બંગાળી સમાજના મુર્તિકારો દ્વારા નર્મદા નદીની પવિત્ર માટીમાંથી દુર્ગા માતા, મહાલક્ષ્મી માતા, મહા સરસ્વતી માતા, ગણેશજી અને કાર્તિકેય ભગવાનની એમ પાંચ દિવ્ય, ભવ્ય અને નયન રમ્ય મુર્તિનું નિર્માણ કરી સ્થાપના કરવામાં આવી હતી.

આસો સુદ છઠથી આસો સુદ દશમ સુધી એમ પાંચ દિવસ સુધી આ મુર્તિઓનું પુજન અર્ચન, આરતી, પ્રસાદ, ભકિત અને આરાધના કરી સમગ્ર વિશ્વમાંથી કોરોનાની મહામારી વહેલી તકે દુર થાય અને દુનિયાને કોરોનાની ત્રીજી લહેરનો સામનો ન કરવો પડે તેવી સમુહમાં પ્રાર્થના કરવામાં આવશે. છેલ્લે આસો સુદ દશમના દિવસે આ મુર્તિઓનું નર્મદા નદીના પવિત્ર જળમાં વિસર્જન કરી આ ઉત્સવની પુર્ણાહુતિ કરવામાં આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;