ભરૂચમાં નવરાત્રની આઠમ પર્વની ઉજવણી શકિતપીઠ અંબાજી, ખોડિયાર અને બહુચરાજી મંદિર વિવિધ કાર્યક્રમો યોજાયાં - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ભરૂચમાં નવરાત્રની આઠમ પર્વની ઉજવણી શકિતપીઠ અંબાજી, ખોડિયાર અને બહુચરાજી મંદિર વિવિધ કાર્યક્રમો યોજાયાં

ભરૂચમાં નવરાત્રની આઠમ પર્વની ઉજવણી શકિતપીઠ અંબાજી, ખોડિયાર અને બહુચરાજી મંદિર વિવિધ કાર્યક્રમો યોજાયાં

 | 3:07 am IST

। ભરૂચ ।

નવરાત્રીની આઠમ નિમિત્તે ભરૂચ નગરમાં અવનવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સૌ પ્રથમ શકિતપીઠ એવા અંબાજી માતાના મંદિર ખાતે યજ્ઞ અને હવનના કાર્યક્રમોનું શ્રાધ્ધાભેર આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ખુબ મોટી સંખ્યામાં ભકતજનો ઉમટી પડયા હતા. આ ઉપરાંત કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ગરબા અને આરતીના કાર્યક્રમો પણ યોજાયા હતા.

નવરાત્રના દિવસો દરમ્યાન આઠમની રાત્રિએ દાંડીયા બજાર સ્થિત શકિતપીઠ એવા અંબાજી મંદિરે ભકતજનોની ભીડ જામતી હોય છે તે સાથે સાથે આ દિવસે ભકતજનો માતાજીના દર્શને અચુક આવે છે. આ ઉપરાંત બહુચરાજી મંદિર ખાતે પણ આઠમના દિવસે ૧૦૮ ગાયના ઘી ના પ્રજવલીત કરીને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ મંદિરના ટ્રસ્ટી અને પૂજારી જયકર મહારાજના જણાવ્યા મુજબ આ કરતી વેળાએ મંદિરની દિવાના પ્રકાશમાં માતાજીના દર્શન મોટી સંખ્યામાં ભકતજનોએ કર્યા હતા. જયારે આઠમ નિમિત્તે ખોડિયાર માતાના મંદિર ખાતે વિવિધ ખાસ સજાવટ કરવામાં આવી હતી.

ફુલોના નયન રમ્ય સજાવટના પગલે સમગ્ર મંદિરમાં આદ્યાત્મિક વાતાવરણ છવાઈ ગયુ હતુ. આઠમની રાત્રિના સમયે ઉમંગભેર ભકતજનોએ મોડી રાત્રિ સુધી ગરબા ગાયા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;