ભરૂચમાં ભરૂચ, અંકલેશ્વર, આમોદ તાલુકાના ખેડૂતોની રજૂઆત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ભરૂચમાં ભરૂચ, અંકલેશ્વર, આમોદ તાલુકાના ખેડૂતોની રજૂઆત

ભરૂચમાં ભરૂચ, અંકલેશ્વર, આમોદ તાલુકાના ખેડૂતોની રજૂઆત

 | 2:30 am IST

રેલવે ફેઈટ કોરિડોરમાં જમીન જતા ખેડૂતોની વધુ વળતરની માગ

ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ અપાઈ

। ભરૂચ ।

આજરોજ ભરૂચ જિલ્લાના ખેડૂતોએ જિલ્લા કલેકટરને સંપાદિત જમીનના વળતરના વધુ રૂપિયાના કેસ બાબતે આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી અને આંદોલનની ચીમકી આપી હતી.

ભરૂચ જિલ્લાના ભરૂચ, આમોદ, અંકલેશ્વર તાલુકાના ખેડૂતોની જમીનો રેલ્વે ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર પ્રોજેકટના જાહેર હેતુ માટે વર્ષ ૨૦૦૯ ની સાલમા સંપાદન કરી એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. આટલા વરસો દરમ્યાન વકીલ દ્વારા વારંવાર ગાંધીનગર મુકામે મૌખિક તેમજ લેખિતમાં કેસો ચલાવવા તાકીદ કરતા આવેલ પરંતુ ગુજરાત સરકાર તરફથી કેસો ચલાવતા આરબીટ્રેટરની નિમણુંક કરવામાં આવી નથી. ગરીબ ખેડૂતોની કીંમતી અને ફળદ્રુપ જમીન દેશના તેમજ રાજયના હિતમાં સાર્વજનકિ હિત માટે સંપાદિત કરાતા જમીનોનો કબજો પણ જે તે સમયે સંપાદક સંસ્થાને સુપરત કરેલ છે.

ભરૂચ જિલ્લાના ગામોની જમીનો રેલ્વે ફ્રેઈટ કોરીડોરમાં સંપાદિત થયેલ જમીનોનું ખુબ જ નજીવી બજાર કિંમત નક્કી કરી પ્રતિ ચો.મી. ના રૂા.૯ થી રૂા.૬૬ મુજબ ચુકવવામાં આવેલ છે તેમજ હાલમાં આશરે ૧૨ વર્ષનો સમય વીતી ગયો છે. રાજય સરકાર દ્વારા કેસોનો નિકાલ કરવા આરબીટ્રેટરની નિમણુંક ન થતા કેસોમાં વિલંબ થયો છે. જેથી ભરૂચ જિલ્લા કલેકટર થકી રાજય સરકારને નિવેદન આપવામાં આવ્યા હતા. જેમા સમગ્ર ભરૂચ જિલ્લાના ૫૦૦ થી વધુ ખેડૂતો પોતાના હક માટે લડત આપી રહ્યા છે અને હવે ધીરજ ગુમાવી આંદોલનનો મર્ગ અખત્યાર કરવા જવાનો નિર્ધાર કરી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;