ભરૂચમાં RTI એક્ટિવિસ્ટ પર હુમલો કરનાર અનિલ કાઠી ઝડપાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ભરૂચમાં RTI એક્ટિવિસ્ટ પર હુમલો કરનાર અનિલ કાઠી ઝડપાયો

ભરૂચમાં RTI એક્ટિવિસ્ટ પર હુમલો કરનાર અનિલ કાઠી ઝડપાયો

 | 3:41 am IST

ભરૂચ ઃ ભરૂચમાં આરટીઆઇ એક્ટિવિસ્ટ દિનેશ અડવાણી પર ગત તા. ૮ના રોજ રાત્રીના સમયે હુમલો થયો હતો. આ હુમલામાં મહત્વની કામગીરી કરનાર સુરતનો કુખ્યાત ગેંગસ્ટર અનિલ કાઠીને ઝડપી લેવામાં ભરૂચ પોલીસને સફ્ળતા પ્રાપ્ત થઈ હતી. અનિલ કાઠી વિવિધ પોલીસ મથક વિસ્તારમાં ૧૮ ગુનામાં સંડોવાયેલો છે. આ અગં એએચસપી વિકાસ સુડાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, તા ૮//૨૦૨૧ના રોજ ઇનોવા ગાડીમાં ૫થી ૭જેટલાં ઈસમોએ આવી એક્ટિવિસ્ટ દિનેશ અડવાણી પર લાકડી, પાઇપ અને અન્ય હથિયારો વડે હુમલો કર્યોં હતો. આ હુમલાનું કાવતરું બુટલેગર નયન કાયસ્થ દ્વારા રચવામાં આવ્યુ હતું. પરંતુ હુમલાને અંજામ આપવાની જવાબદારી સુરતના કુખ્યાત ગેંગસ્ટર અનિલ કાઠી સોંપવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં જણાવાયું કે સુરતના ગેંગસ્ટર અનિલ કાઠી પર અનેક ગુનાઓ નોંધાયા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;