ભરૂચ કલેક્ટર મોડિયાની બઢતી સાથે મુખ્યમંત્રી કાર્યાલમાં બદલી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ભરૂચ કલેક્ટર મોડિયાની બઢતી સાથે મુખ્યમંત્રી કાર્યાલમાં બદલી

ભરૂચ કલેક્ટર મોડિયાની બઢતી સાથે મુખ્યમંત્રી કાર્યાલમાં બદલી

 | 2:30 am IST

ભરૂચની ધરા અધિકારીઓ માટે શુકનીયાળ સાબિત થઈ

અત્યાર સુધી ૯થી વધુ ૈંછજી અધિકારીઓ ઊંચી પોસ્ટ પર પહોંચ્યાં

। ભરૂચ ।

ભરૂચ જિલ્લા કલેકટર એમ.ડી.મોડિયાની બદલી બઢતી સાથે થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ તેઓ હાલમાં જ નિમણુંક પામેલ ગુજરાતના મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલની ઓફીસમાં ઓફીસર ઓન સ્પેશ્યલ ડયુટી તરીકે ફરજ બજાવશે. આ ઉપરાંત ભરૂચ જિલ્લામાં ફરજ બજાવી ચુકેલ ઘણા આઈએએસ ઓફીસરો ઉંચી પોસ્ટ પર ફરજ બજાવી રહ્યા છે.

નર્મદા નદીના પાવન કિનારા પર વસેલ ભરૂચ નગરી ઉચ્ચ અધિકારીઓ એટલે કે આઈએએસ અધિકારીઓ માટે ખુબ શુકનીયાળ સાબિત થઈ છે. ભરૂચ ખાતે પોસ્ટીંગ પામેલ આઈએએસ અધિકારીઓ ભરૂચમાં પોસ્ટીંગ મેળવ્યા બાદ પોતાની કામગીરી બજાવતા તેઓની બદલી ખુબ ઉચ્ચ સ્તરે થઈ હોવાના અનેક ઉદાહરણો જોવા મળી રહ્યા છે. જેમ કે રાજીવ ટોપના કે જે ભરૂચ જિલ્લાના કલેકટર હતા જે હાલ દિલ્હી પીએમઓ ઓફીસ ખાતે પોતાની સેવા આપી રહ્યા છે. તેવી જ રીતે ભરૂચ ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા અજય ભાદુ પણ દિલ્હી પીએમઓ ઓફીસ ખાતે પોતાની ફરજ આપી રહ્યા છે. જયારે આવી જ રીતે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી તરીકે કામગીરી કરી ચૂકેલ રાજેન્દ્રકુમાર હાલ રાષ્ટ્રપતિ કાર્યાલયમાં સેવા આપી રહ્યા છે. ડો.વિક્રાંત પાંડે ભરૂચ ખાતે કલેકટર તરીકે ફરજ બજાવ્યા બાદ નવી દિલ્હી કેન્દ્ર સરકાર ગૃહ વિભાગની ઓફીસમાં ફરજ બજાવી રહ્યા છે.

જયારે એવી જ રીતે ભરૂચના પુર્વ કલેકટર રવિ અરોરા તેઓ પણ દિલ્હી ખાતે વિદેશ મંત્રાલયમાં સેવા બજાવી રહ્યા છે. જયારે ભરૂચ ખાતે પુર્વ કલેકટર તરીકે સેવા આપી ચુકેલ અવન્તિકાસિંગ હાલમાં જ મુખ્યમંત્રી બનેલ ભૂપેન્દ્ર પટેલના સેક્રેટરી તરીકે નિમણુંક પામેલ છે. જયારે હાલના ભરૂચ કલેકટર ડો.એમ.ડી.મોડિયાની બદલી થતા તેઓ પણ મુખ્યમંત્રીની ઓફીસમાં ઓફીસર ઓન સ્પેશ્યલ ડયુટી તરીકે ફરજ બજાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;