ભરૂચ કસક ગરનાળાને પહોળું કરવાની કામગીરી શરૂ કરાઈ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ભરૂચ કસક ગરનાળાને પહોળું કરવાની કામગીરી શરૂ કરાઈ

ભરૂચ કસક ગરનાળાને પહોળું કરવાની કામગીરી શરૂ કરાઈ

 | 2:30 am IST

વાહનોને ડાઇવર્ઝન આપવામાં આવ્યુ ઃ ટ્રાફિકજામની સમસ્યા શરૂ

। ભરૂચ ।

ભરૂચ નગરના પ્રવેશદ્વાર સમા કસક ગરનાળાને પહોળું કરવાની કામગીરીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેથી વાહનોનની અવરજવર બંધ કરી દેવાઈ હતી જો કે વાહનો માટે ભૃગુફ્લાય ઓવરબ્રિજ પરથી ડાયવર્જન આપવામાં આવ્યુ છે. કસક ગરનાળુ બંધ થતા તંત્ર દ્વારા અપાયેલ ડાયવર્ઝન, પર ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા. ડાયવર્ઝન અંગે ભૃગુ ફલાયઓવર બ્રિજનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે ભૃગૃ ફ્લાયઓવર બ્રિજ પર શકિતનાથ, પાંચબત્તી અને અન્ય વિસ્તારોમાં ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. ટ્રાફીકજામનું મુખ્ય કારણ એ છે કે ભૃગુ ફ્લાયઓવર બ્રિજ આમ પણ સાંકડો હોય તેની ઉપર ટ્રાફીકનું ભારણ વધતા વાહનવ્યવહાર વધી ગયો છે. જેથી ટ્રાફીકજામની સમસ્યા સર્જાઈ રહી છે.

ભરૂચ નગરના પ્રવેશ દ્વાર સમા કસક ગરનાળામાંથી ફાયર બ્રિગેડના વાહનો તેમજ એમ્બ્યુલન્સ જેવા વાહનો પસાર થઈ શકે તેમ ન હતા. તેથી કસક ગરનાળાને પહોળું કરવા અંગેની તાતી જરૂરિયાત ઉભી થઈ હતી. જેથી કલેકટર ડો.મોડિયાએ ૧૫ દિવસ માટે કસક ગરનાળુ વાહનોની અવરજવર માટે બંધ કરવા અંગે જાહેરનામું બહાર પાડયુ હતુ પરંતુ ગરનાળાનો દાદર પર આ કામગીરીની અસર પડતી હોવા અંગે વિરોધ કરાયો હતો. આખરે સમસ્યા અંગે સમાધાન થયાનું જાણવા મળ્ય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;