ભરૂચ ખાતે સ્પોર્ટસ વિકનું આયોજન કરવામાં આવ્યું હતંુ - Sandesh
  • Home
  • Newspaper
  • ભરૂચ ખાતે સ્પોર્ટસ વિકનું આયોજન કરવામાં આવ્યું હતંુ

ભરૂચ ખાતે સ્પોર્ટસ વિકનું આયોજન કરવામાં આવ્યું હતંુ

 | 3:14 am IST

ભરૂચ ઃ ભરૂચની મુન્શી મનુબરવાળા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત આઈટીઆઈ ખાતે સ્પોર્ટસ વીકનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

મુન્શી મનુબરવાળા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત હાજી એહમદ મુન્શી આઈટીઆઈ ભરૂચમાં સ્પોર્ટસ વિકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ક્રિકેટ, વોલીબોલ તથા બહેનો માટે સંગીત ખુરશી તથા અન્ય રમતોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનો સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અલગ અલગ રમતોમાં પ્રથમ તથા બીજા ક્રમે આવનાર તાલીમાર્થીઓને ઈનામ વિતરણનો પ્રોગ્રામ સંસ્થાના ક્રીકેટ ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામમાં ટ્રસ્ટના ટ્રસ્ટી યુનુસ પટેલ તથા કારોબારી સભ્યોમાં પ્રો.ઉસ્માન, સલીમ અમદાવાદી તથા નજીર હિટર તેમજ તમામ આઈટીઆઈ સ્ટાફગણ હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે ઈનામ વિતરણ કરી તાલીમાર્થીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;