ભરૂચ જિલ્લામાં પૂરબહારે લગ્નની મોસમ ખીલી ઉઠી - Sandesh
  • Home
  • Newspaper
  • ભરૂચ જિલ્લામાં પૂરબહારે લગ્નની મોસમ ખીલી ઉઠી

ભરૂચ જિલ્લામાં પૂરબહારે લગ્નની મોસમ ખીલી ઉઠી

 | 3:13 am IST

 

કપડાં, દાગીના સહિત વિવિધ ચીજવસ્તુનાં બજારમાં તેજી

રસ્તા પર વરઘોડાનું આયોજન ન થતાં લોકોમાં નિરાશા

ા ભરૂચ ા

ભરૂચ જિલ્લામાં બે વર્ષ બાદ લગ્ન પ્રસંગોની મોસમ પુરબહારે ખીલી ઉઠી છે તેમ છતાં હજી પણ લગ્ન પ્રસંગના અવસરે ભરૂચ જિલ્લાના નગરો અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર વરઘોડાનું આયોજન કે ગરબાની રમઝટ જણાતી નથી. જેથી હજી પણ લગ્ન પ્રસંગમાં જોઈએ તેવો ઉત્સાહ આવ્યો નથી તેમ કહી શકાય. તેમ છતાં કોરોના મહામારીના પગલે છેલ્લા બે વર્ષથી જે પરિસ્થિતિ લગ્ન પ્રસંગો હતી તે પરિસ્થિતિ હવે નથી અને લગ્ન્ પ્રસંગના આયોજકો પુરા ઉત્સાહ સાથે લગ્ન પ્રસંગોનું આયોજન કરી રહ્યા છે. આ દિવસોમાં પાર્ટી પ્લોટોમાં કોરોના ગાઈડલાઈનને અનુસરીને સંગીત સંધ્યા કે ઓરકેસ્ટ્રાનું આયોજન પણ લગ્ન પ્રસંગે કરવામાં આવ્યુ હોવાની માહિતી સાંપડી રહી છે.

આ દિવસો ઉપરાંતના ડિસેમ્બર માસના શરૂઆતના દિવસો દરમ્યાન જિલ્લામાં ખુબ મોટી સંખ્યામાં લગ્ન પ્રસંગ યોજાયા હોય ભરૂચ જિલ્લાના બજારોમાં તેજીનું વાતાવરણ જણાય રહ્યુ છે. લગ્ન પ્રસંગ અંગેના કપડા તેમજ અન્ય ચીજવસ્તુઓની ખરીદી લોકો કરી રહ્યા છે. જોકે રસ્તા પર વરઘોડાનું આયોજન ન કરી શકાતા લોકોમાં નિસાશા જોવા મળે છે.

રૂા. ૩૦૦ ડીશ તે સામાન્ય બાબત

હાલ મોઘવારીમાં રસોઈયા સાથે જે કોન્ટ્રાકટ કરવામાં આવે છે તેમાં સામાન્ય મેનુ આપવમાં આવે તો પણ રૂા.૩૦૦ થી ડીશ તે સામાન્ય બની ગઈ છે. મીઠાઇ – વાનગી વધારોતો રૂા.૫૦૦થી વધુ કિંમતની ડીશ થાય છે.

શાકભાજીના ભાવની અસર પ્રસંગ પર

હાલ બજારમાં ટામેટાની કિંમત ખુબ વધુ હોવાના પગલે ટામેટા ખુબ ઓછા પ્રમાણમાં સલાડમાં વપરાય રહ્યા છે તેમ છતાં શાકભાજીના ઉંચા ભાવોની સીધી અસર લગ્ન પ્રસંગેના આયોજનમાં જણાય રહી છે.

લગ્ન પ્રસંગ અંગે સોના-ચાંદીની ખરીદી

ભરૂચમાં જ્વેલર્સના શોરૂમના સંચાલકોના જણાવ્યા મુજબ પુષ્ય નક્ષત્રમાં લગ્ન પ્રસંગ અંગે સોનાની ખરીદીમાં ખુબ તેજીનું વાતાવરણ જણાયુ હતુ. છેલ્લા બે વર્ષ દરમ્યાન સોના ચાંદીની ખરીદીમાં તેજી જણાય ન હતી પરંતુ લગ્ન પ્રસંગની મોસમમાં લોકો સોના-ચાંદીની ધૂમ ખરીદી કરી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;