ભરૂચ નગરમાં માર્ગો પર કૉંગ્રેસે ઢોલ નગારા વગાડી ખાડા મહોત્સવ ઉજવ્યો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ભરૂચ નગરમાં માર્ગો પર કૉંગ્રેસે ઢોલ નગારા વગાડી ખાડા મહોત્સવ ઉજવ્યો

ભરૂચ નગરમાં માર્ગો પર કૉંગ્રેસે ઢોલ નગારા વગાડી ખાડા મહોત્સવ ઉજવ્યો

 | 3:07 am IST

પાંચબત્તી ખાતે ખાડાઓમાં શ્રાીફળ વધેરી સરકારને જગાડવાનો પ્રયાસ

। ભરૂચ ।

ભરૂચ શહેરમાં ખાડામાં ગયેલા માર્ગો સંદર્ભે જુઠ્ઠાણુ ચલાવતી ભાજપ સરકાર સામે કોંગ્રેસે ખાડા મહોત્સ્વ યોજી અનોખો વિરોધ કર્યો હતો. પાંચબત્તીથી સેવાશ્રામ રોડ પર ઢોલ નગારા સાથે શહેર કોંગ્રેસે ઉતરી પડી માર્ગો ઉપર પડેલા ખાડામાં નાળીયેર ફોડી તેને વધાવ્યા હતા. તાજેતરમાં કેબીનેટ મંત્રી અને ભરૂચના પ્રભારી મંત્રી પુર્ણેશ મોદીએ ભરૂચની મુલાકાત લીધી હતી. તે દરમ્યાન તેમણે જણાવ્યુ હતુ કે, ભરૂચ પંથકમાંથી મળેલ રસ્તા પરની ખાડાની કુલ ફરિયાદો પૈકી ૮૦ ટકા જેટલી ફરિયાદોના કામ પુર્ણ થયા છે. મંત્રીના આવા વિધાન બાદ કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા અને આજ મંત્રીના સ્ટેટમેન્ટ સામે કોંગ્રેસે આજે ખાડા મહોત્સ્વનું આયોજન કર્યુ હતુ.

ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરના પાંચબત્તી વિસ્તારમાં યોજાયેલ ખાડા મહોત્સવમાં ભરૂચ પાલિકા વિરોધપક્ષના નેતા સમશાદઅલી સૈયદ, નગરપાલિકા સભ્ય સલીમ અમદાવાદી, દંડક હેમેન્દ્ર કોઠીવાલા, તેમજ અન્ય કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાંચબત્તી ખાતે સૌ પ્રથમ કોંગ્રેસના આગેવાનોએ સુત્રોચ્ચાર કર્યા હતા ત્યારબાદ ખાડા મહોત્સવનો શુભારંભ કરતા સમયે શ્રાીફળ વધેરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિરોધપક્ષના નેતા સમશાદ અલી સૈયદે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુઠ્ઠાણા ચલાવે છે

કૉંગ્રેસ દિશા અને દશા ભૂલી

ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે, દિવસે દિવસે કોંગ્રેસ રાજકારણમાંથી ભુંસાતી જાય છે ત્યારે હવે કોંગ્રેસ દિશાવિહીન થઈ ગઈ છે જેથી આવા નાના મોટા કાર્યક્રમો કરી લોકોનું ધ્યાન ખેંચવા પ્રયાસ કરે છે તેમણે એમ પણ જણાવ્યુ કે, રસ્તાના કામકાજ થઈ રહ્યા છે. આયોજનબધ્ધ રસ્તાના કામકાજ આવનારા દિવસોમાં પણ પાલિકાનું આયોજન છે ત્યારે આવી રીતે આંદોલન કરવાના તાયફા કોંગ્રેસ બંધ કરી જનહીતના કામ કરે તો વધારે સારૂ એમ તેમણે જણાવ્યુ હતુ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;