ભરૂચ નન્નુમિંયા ગરનાળાની દીવાલ ધરાશાયી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ભરૂચ નન્નુમિંયા ગરનાળાની દીવાલ ધરાશાયી

ભરૂચ નન્નુમિંયા ગરનાળાની દીવાલ ધરાશાયી

 | 2:30 am IST

ગરનાળાની બિસમાર હાલત અંગે પાલિકા પ્રમુખને રજૂઆતો કરાઇ હતી

। ભરૂચ ।

ભરૂચ નગરના મહમદપુરાથી વેજલપુર બંબાખાના તરફ જવાના રસ્તા પર આવેલ નન્નુમીંયા ગરનાળા તરીકે ઓળખાતા ગરનાળાની દિવાલ ધસી પડતા આ વિસ્તારમાં અફરાતફરીનું વાતાવરણ ફેલાયુ હતુ.

મહમદપુરાથી વેજલપુર રોડ પર એક એવુ ગરનાળુ છે કે જે મુખ્ય ગરનાળા તરીકે ગણી શકાય. આ ગરનાળા પરથી કલેકટર નિવાસસ્થાન તેમજ મહત્વની કચેરીઓ જઈ શકાય છે.

આ ઉપરાંત ભરૂચ નગરના મહમદપુરાથી વેજલપુર બંબાખાનાને જોડતા રસ્તા પરનું આ મહત્વનું ગરનાળુ છે. જે સંપુર્ણ ધરાશાય થાય તો મહંમદપુરા અને વેજલપુર બંબાખાના વચ્ચેનો સંપર્ક કપાઈ જાય તેવી પરિસ્થિતિનુું સર્જન થયુ છે. આટલી ભયંકર પરિસ્થિતિ હોવા છતાં નગર પાલિકા દ્વારા આ બાબતે તાત્કાલીક પગલા ભરવામાં આવ્યા નથી. આ અંગે ભરૂચ પાલિકાના વિરોધપક્ષના નેતા સમશાદ અલી સૈયદે જણાવ્યુ કે, કોંગ્રેસના પાલિકા દંડક  હેમેન્દ્ર કોઠીવાલા તેમજ સભ્ય સલીમ અમદાવાદીએ નન્નુમીયા ગરનાળાની બિસ્માર હાલત અંગે પાલિકા પ્રમુખ તેમજ મુખ્ય ઓફીસરને આગોતરી જાણ કરી હતી તેમ છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા આખરે ગરનાળાની દિવાલ ધરાશાઈ થઈ ગઈ હતી.

હવે પાલિકા દ્વારા તાત્કાલીક ગરનાળાનુ સમારકામ શરૂ કરી દેવુ જોઈએ જેથી ભયંકર દુર્ઘટના ટાળી શકાય.

દુકાનદારોના જીવ તાળવે ચોંટયાં

નન્નુમીંયા ગરનાળાની દિવાલ ધરાશાય થતા આ દિવાલ નજીક આવેલ દુકાનદારોના જીવ તાળવે ચોંટયા હતા. દુકાનદારો દ્વારા બિસ્માર રસ્તા તેમજ ગરનાળા અંગે વારંવાર રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. એટલુજ નહી પરંતુ વેપારી એસોસીએશન દ્વારા નગરના અન્ય વિસ્તારો પણ બિસ્માર હોવાની રજુઆત કરાઈ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. આવા વિસ્તારોમાં કતોપોરબજાર અને અન્ય વિસ્તારોનો સમાવેશ થાય છે.

વરસો જૂના નગરના ગરનાળાની બિસમાર હાલત

ભરૂચ નગરમાં ઐતિહાસિક કહી શકાય ઘણા જુના ગરનાળા આવેલ છે જેમાં હાલ કસક ગરનાળાને પહોળા કરવા અંગેની કામગીરી હાથ પર લેવાઈ રહી છે ત્યારે ભરૂચ નગરના અન્ય ગરનાળા પર પણ પાલિકા દ્વારા વિશેષ ધ્યાન આપવુ જરૂરી થઈ પડયુ છે. શકિતનાથ ગરનાળાથી આગળ જતા રેલ્વે ટ્રેક પર અન્ય એક ગરનાળુ આવે છે જે સિદ્ધનાથ નગરને નારાયણનગરની નજીક આવેલ સોસાયટીઓને જોડે છે. આ ગરનાળુ પણ બિસ્માર હાલતમાં છે. જો કે આવા ગરનાળાના સમારકામ અંગે રેલ્વે તંત્ર સાથે સમન્વય કરવો પડે જેની પ્રક્રિયા પાલિકા દ્વારા અત્યારથી જ શરૂ થાય તેવી માંગ કરાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;