ભરૂચ પોલીસ દ્વારા ટ્રાફિક પોઈન્ટો પર હપ્તા વસૂલીની ફરિયાદો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ભરૂચ પોલીસ દ્વારા ટ્રાફિક પોઈન્ટો પર હપ્તા વસૂલીની ફરિયાદો

ભરૂચ પોલીસ દ્વારા ટ્રાફિક પોઈન્ટો પર હપ્તા વસૂલીની ફરિયાદો

 | 2:30 am IST

પોલીસ ટ્રાફિક સમસ્યાને દૂર કરવામાં સહેજ પણ રસ નથી

। ભરૂચ ।

ભરૂચ એબીસી સર્કલ પાસેથી પસાર થઈ રહેલી માલવાહક હાઈવ ટ્રકનાં ચાલકને માર મારતા બી.ટી.ઈ.ટી.ના જવાનનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાઈરલ થયો છે. ટ્રાફિક પોલીસની ઉપસ્થિતિમાં બી.ટી.ઈ.ટી.નો જ્વાન ટ્રક પર ચઢી ચાવી ખેંચી ટ્રક ચાલકને માર મારતા ફરી બી.ટી.ઈ.ટી.ના જ્વાનોની ગુંડાગર્દીનો પર્દાફાશ થયો છે.

ભરૂચના એ.બી.સી. સર્કલ પાસે આજે દિવસ દરમ્યાન દહેજ તરફથી આવતી માલવાહક હાઈવા ટ્રકને કોઈક કારણોસર રોકવામાં આવી હતી. દરમ્યાન ટ્રાફિક પોલીસની ઉપસ્થિતિમાં કોઈક બાબતે ચકમક થતા ઉશ્કેરાયેલો બીટીઈટીનો જવાન ટ્રક પર ચઢી ટ્રકની ચાવી ખૂંચવી ડ્રાઈવર સાથે હાથાપાઈ કરતા વિડીયોમાં કંડારાઈ ગયો હતો. ટ્રકના ચાલક સાથે મારામારી કરતા સમયે સ્થળ પર ઉભેલી ટ્રાફિક પોલીસ કાયદાને હાથમાં લઈ ટ્રક ચાલકની મારઝૂડ કરી રહેલા બીટીઈટીના જવાનને રોકવાની જગ્યાએ તેને પ્રોત્સાહન આપી તમાશો નિહાળતાં વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. બી.ટી.ઈ.ટી.ના જવાનની ગુંડાગર્દીને આ વિડીયો સ્થળ પર ઉપસ્થિત જાગૃત નાગરિક દ્વારા તેના મોબાઈલ ફોનમાં લઈ તેને વાઈરલ કરી દેતા ભરૂચ ટ્રાફીક પોલીસ અને બીટીઈટીના જવાનોની લુખ્ખાગીરીનો પર્દાફાશ થઈ ગયો હતો.

ટ્રાફિકજામની પોલીસને કોઈ પરવાહ નથી !

ભરૂચ શહેરમાં કસક ગરનાળા, ભોલાવ બ્રિજ, ઝાડેશ્વર ચોકડી, નર્મદા ચોકડી, પાંચબત્તી, નંદેલાવ બ્રિજ વિગેરે સ્થળો પર રોજબરોજ ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ રહી છે અને જેના કારણે પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. કરોડોના ખર્ચે બ્રિજનું નિર્માણ કરાયા બાદ પણ હાઈવે પર કિલોમીટરો સુધીની લાંબી લાઈનોનો કોઈ અંત આવ્યો નથી.આ પ્રત્યે ટ્રાફિક પોલીસને સહેજ પણ રસ નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;