ભરૃચ એપીએમસીને વડદલા ખસેડવા કલેક્ટરનો નિર્ણય - Sandesh
  • Home
  • Newspaper
  • ભરૃચ એપીએમસીને વડદલા ખસેડવા કલેક્ટરનો નિર્ણય
 | 3:03 am IST

 

ભરૃચના પિૃમ વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઃ સંદેશના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં આવ્યું

વડદલા એપીએમસીમાં કોલ્ડ સ્ટોરેજની સુવિધા નહિ હોવાથી વેપારીઓ મૂંઝવણમાં ઃ મંગળવારે પણ જંબુસર બાયપાસ માર્ગ પર લોકડાઉન વચ્ચે લોકમેળા જેવો નજારો

। ભરૃચ ।

ભરૃચ શહેરમાં બાયપાસ રોડ પર એપીએમસી બહાર સોશ્યલ ડિસ્ટનન્સીના ધજાગરા ઉડી રહ્યા હોવાના સંદેશના અહેવાલ બાદ મંગળવારે જિલ્લા કલેકટરે તાકિદની બેઠક બોલાવી એપીએમસીને હાઈવે પર વડદલા ખાતે ખસેડવા નિર્ણય લઇ સૂચના આપી હતી. જોકે આને લઈ વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી. વેપારીઓએ મત વ્યકત કર્યો હતો કે, વડદલા ખાતે એપીએમસીમાં કોલ્ડ સ્ટોરેજની સુવિધા નહિ હોવાથી શાકભાજી-ફળફળાદી બગડી જશે. બીજી તરફ મંગળવારે પણ જંબુસર બાયપાસ માર્ગ પર લોકડાઉન વચ્ચે લોકમેળા જેવો નજારો જોવા મળ્યો હતો.

પિૃમ ભરૃચમાં સોશ્યલ ડિસ્ટનન્સીના ધજાગરા ઉડી રહ્યા હોવાના અહેવાલ મંગળવારે સંદેશે પ્રસિદ્ધ કરતા જ જિલ્લા કલેકટર ડો. એમ.ડી. મોડીયાએ તાકીદની બેઠક બોલાવી હતી. બેઠકમાં પિૃમ વિસ્તારમાં આવેલી એ.પી.એમ.સી. ને તેના નવા સ્થળ હાઈવે પર વડદલા ખાતે તાત્કાલિક ખસેડવા સુચન આપ્યુ હતુ. લોકોની ભારે ભીડ જામવા સાથે મહંમદપુરાથી જંબુસર બાયપાસ સુધી હજારોની મેદની વચ્ચે કોરોના મહામારીમાં લોકડાઉન સાથે સોશ્યલ ડિસ્ટનન્સીનો ભંગ થઈ રહ્યો છે. જેના કારણે સંક્રમણ ફેલાવાની શકયતા વધી જાય છે.

આ સ્થિતીમાં એપીએમસી પિૃમ વિસ્તારમાં બંધ કરી વડદલા હાઈવે પર કાર્યરત કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. જોકે વેપારીઓએ નારાજગી વ્યકત કરતા જણાવ્યુ હતુ કે, વડદલા એપીએમસીમાં કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા નહિ હોવાથી વેપારીઓના શાકભાજી અને ફળો બગડી જશે.

બીજી તરફ મંગળવારે પણ પિૃમ વિસ્તારમાં એપીએમસી રોડ પર લોકડાઉનમાં લોકમેળા જેવો ઘાટ સર્જાયો હતો. લારીધારકો, વાહનચાલકો અને લોકો આડેધડ શાકભાજી, ફળફળાદી અને અનાજ સહિતની જીવનજરૃરીયાતની વસ્તુઓ ખરીદવા ઉમટી પડતા સોશ્યલ ડિસ્ટનન્સી અને લોકડાઉન દૂર દુર સુધી કયાય જોવા મળ્યા ન હતા.

મુખ્ય વિસ્તારોમાં હોલસેલરો પાસેથી લારીધારકો ખરીદે

જિલ્લા વહિવટી તંત્ર દ્રારા જ એક ઉકેલ અપાયો હતો કે, એપીએમસી ઉપર હાલ સૌથી વધુ લારીધારકોની ભીડ ખરીદારી માટે ઉમટી પડે છે. જેથી લોકડાઉન તેમજ સોશ્યલ ડિસ્ટનન્સીનો હેતુ જળવાતો નથી. જો બજારના વેપારીઓ એરીયા મુજબ હોલસેલરો પાસેથી વિવિધ વિસ્તાર મુજબ શાકભાજી કે ફળો ખરીદવાની લારીધારકોને વ્યવસ્થા કરી આપે તો કોઈ લારીધારકોએ એપીએમસી પર આવવાની જરૃર રહે નહિ.

 

લારીધારકોનું મેનેજમેન્ટ જરૃરી

ભરૃચ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અંદર ૩૦૦ થી ૪૦૦ જેટલા વેપારીઓ આવેલા છે. જેની સામે રોજ સવારે બજાર ખુલતા જ બહાર ઉમટી પડતા ટેમ્પા, લારીધારકો,રીક્ષા વાળાઓની સંખ્યા તેના કરતા ૨ થી ૩ ગણી વધી જાય છે. છૂટકમાં ધંધો કરતા લારીધારકોનું મેનેજમેન્ટ કરાય તો છઁસ્ઝ્ર બહાર થતી ભીડને મહદઅંશે ઓછી કરી શકાય છે.

છઁસ્ઝ્ર વડદલા જશે તો વેપારીઓ માલ નહિ ઉઠાવે

બજારના વેપારીઓ પૈકી ૧૦૦ જેટલાએ પોતાનો મત વ્યકત કરતા જણાવ્યુ હતુ કે, શહેરમાંથી એપીએમસીને બંધ કરી હાઈવે પર વડદલા લઈ જવાઈ તો વેપારીઓ માલ નહિ ઉઠાવે. વડદલા એપીએમસીમાં કોલ્ડસ્ટોરેજની વ્યવસ્થા નહિ હોવા સાથે તે હાઈવે ઉપર હોવાથી વેપારીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેવી કેફિયત વ્યકત કરાઈ રહી છે.

 

પૂર્વ ભરૃચમાં લોકડાઉન તો ઔપિૃમમાં લોકોત્સવ જેવો ઘાટ

કોરોના લોકડાઉન વચ્ચે પણ ભરૃચ શહેર હરહંમેશની જેમ બે ભાગમાં વિભાજિત થતુ જોવા મળી રહ્યુ છે. જોકે તેમા પિૃમ ભરૃચમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતી આવેલી હોવાથી આ વખતે આવો ઘાટ અને નજારો સર્જાયો છે. સમગ્ર ભરૃચ શહેરની પ્રજા, આસપાસના ગામના લોકો, નાના ફેરીયા, લારીધારકો રોજ સવારે એપીએમસી ખાતે શાકભાજી ખરીદવા આવતા હોય ત્યા લોકોત્સવ જેવો નજારો જોવા મળે છે. જયારે શહેરના પૂર્વ વિસ્તારમાં લોકડાઉન વચ્ચે સનાટો રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન