ભરૃચ જિલ્લાની જમીનમાં વધતી ખારાસ અંગે ચિંતા - Sandesh
  • Home
  • Baroda
  • ભરૃચ જિલ્લાની જમીનમાં વધતી ખારાસ અંગે ચિંતા

ભરૃચ જિલ્લાની જમીનમાં વધતી ખારાસ અંગે ચિંતા

 | 3:53 am IST

૧૦૦ ખેડૂતોને સોઈલ હેલ્થકાર્ડ ઉપર તાલીમ

। ભરૃચ ।

ભરૃચ નાયબ ખેતી નિયામક તાલીમ કચેરી ખાતે પાંચ ડિસેમ્બર વિશ્વ જમીન દિવસની ઉજવણી અંતર્ગત ૧૦૦ ખેડૂતોની સોઈલ હેલ્થકાર્ડ ઉપરની તાલીમ યોજાઈ હતી. તાલીમમાં તમામ ૯ તાલુકામાંથી ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા.

જમીનના સ્વાસ્થયને લગતા જુદા જુદા વિષયો ઉપરનું માર્ગદર્શન મકતમપુર કૃષિ યુનિ.વૈજ્ઞાાનિકો દ્વારા પુરૃ પડાયુ હતુ. રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૫ થી શરૃ કરાયેલ સોઈલ હેલ્થ કાર્ડ યોજના અંતર્ગત દરેક ખેડૂતોને અપાતા સોઈલ હેલ્થ કાર્ડની ઉપયોગીતા વિશે જિલ્લા ખેતીવાડી અધિકારી જે.જે.ભટ્ટે માર્ગદર્શન આપ્યુ હતુ. જિલ્લાના તાલુકાઓમાં જમીનમા વધતા ખારાશના પ્રમાણ સામે ચિંતા વ્યકત કરાઈ હતી.

સેન્ટ્રલ સોઈલ સેલીનીટીના ડો.અનિલ ચિન્ચમલાતપુરે દ્વારા જમીન સુધારણા કઈ રીતે થઈ શકે તે અંગે ખેડૂતોને વિસ્તૃત જાણકારી આપી હતી. જમીન ગુણવત્તા નિયંત્રણના વડા નાયબ ખેતી નિયામક વી.વાય.સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોને પ્રોત્સાહન પુરૃ પાડવા જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રેએ હાજર રહી પોતાના અનુભવો પરથી જમીનના સ્વાસ્થયની મહત્તા ખેડૂતોને સમજાવી હતી.

;