ભરૃચ જિલ્લામાં રાશન, ફૂડ બાસ્કેટ કિટથી વંચિતો કંટ્રોલ રૃમનો સંપર્ક કરે - Sandesh
  • Home
  • Newspaper
  • ભરૃચ જિલ્લામાં રાશન, ફૂડ બાસ્કેટ કિટથી વંચિતો કંટ્રોલ રૃમનો સંપર્ક કરે
 | 3:03 am IST

 

વંચિત પરિવારો માટે કંટ્રોલ રૃમના ૦૨૬૪૨-૨૪૨૩૦૦ શરૃ કરાયો

પરપ્રાંતિય શ્રમિક પરિવારોની પ્રાથમિક આરોગ્ય તપાસ ૩ દિવસમાં પૂર્ણ કરાશે

 

। ભરૃચ ।

ભરૃચ જિલ્લામાં કોઈ પરીવાર રાશન કે ફૂડ બાસ્કેટથી વંચીત રહી ગયુ હોય તો કંટ્રોલરૃમ ૦૨૬૪૨-૨૪૨૩૦૦ ઉપર કોલ કરવા જિલ્લા વહિવટી તંત્રે જણાવ્યુ છે. સાથે જ જિલ્લામાં વસતા પરપ્રાંતીય શ્રમિક પરીવારોની પ્રાથમીક આરોગ્ય તપાસ ૩ દિવસમાં પૂર્ણ કરવામાં આવનાર છે.

જિલ્લા કલેકટર ડો. એમ.ડી. મોડિયાએ જણાવ્યુ છે કે, જિલ્લામાં પાત્રતા ધરાવતા ૧.૪૪ લાખ પરીવારોને ફૂડ બાસ્કેટ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. સરકારની સુચના મુજબ નિયત કરેલા પ્રમાણમાં ઘઉં, ચોખા, મીઠું, ખાંડ, દાળના જથ્થાનું વિતરણ વિનામૂલ્યે થઈ રહ્યુ છે. જે લોકો પાસે રાશન કાર્ડ નથી. અત્યંત ગરીબ છે તેવા શ્રમજીવી તેમજ અન્ય કોઈ સહાય પ્રાપ્ત નથી તેવા સ્થાનિક અને પરપ્રાંતીય લોકોનો સર્વે કરી આશરે ૯૦૦૦ લાભાર્થીઓને સરકારની અન્નબ્રહ્મ યોજનાનો લાભ આપી ફૂડ બાસ્કેટ કીટ પહોંચાડવામાં આવી છે. આ સંજોગોમાં કોઈ પણ વ્યકિત, પરીવાર ફૂડ બાસ્કે કીટ કે રાશનથી વંચીત રહી ગયુ હોય તો આ અંગે જિલ્લા કંટ્રોલ રૃમ ૦૨૬૪૨-૧૦૭૭ કે ૦૨૬૪૨-૨૪૨૩૦૦ પર સંપર્ક કરી માહિતી આપી શકે છે. જેથી આવા વંચીતોને પણ તાત્કાલીક ફૂડ બાસ્કેટ કીટ પહોંચાડી શકાય.

જિલ્લામાં વસતા પરપ્રાંતીય શ્રમિકોની પ્રાથિમક આરોગ્ય ચકાસણીની કામગીરી પણ આરોગ્ય વિભાગ દ્રારા ૩ દિવસમાં પૂર્ણ કરાશે. ૧.૫૪ લાખ સામે ૧.૪૪ લાખ કાર્ડધારકોને અનાજ વિતરણ પૂર્ણ

 

કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધરાવતા પરીવારોને સરકારની સુચના અનુસાર નિયત કરેલ અનાજનો જથ્થો તા. ૧ એપ્રિલથી ૫ એપ્રિલ સુધી વિનામૂલ્યે સસ્તા અનાજની દુકાનો પરથી ભરૃચ જિલ્લામાં વિતરણ કરાયો હતો. જિલ્લામાં કુલ ૧૫૪૩૯૬ રેશાન કાર્ડધારકો સામે ૧૪૪૬૩૪ કાર્ડધારકોએ વિનામૂલ્યે ઘઉં, ચોખા, ખાંડ, દાળ, મીઠુ મેળવેલ છે. જેની ટકાવારી ૯૩.૬૮ ટકા જેટલી થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન