ભરૃચ-નર્મદાના ૬૦૦ પુરુષ કર્મીઓએ ખુલ્લા શરીરે સરકારનો હુરિયો બોલાવ્યો - Sandesh
  • Home
  • Newspaper
  • ભરૃચ-નર્મદાના ૬૦૦ પુરુષ કર્મીઓએ ખુલ્લા શરીરે સરકારનો હુરિયો બોલાવ્યો

ભરૃચ-નર્મદાના ૬૦૦ પુરુષ કર્મીઓએ ખુલ્લા શરીરે સરકારનો હુરિયો બોલાવ્યો

 | 2:45 am IST

એસટી સ્ટ્રાઈકના બીજા દિવસે ૧.૬૦ લાખ છાત્રો-મુસાફરોની મસીબતનો પાર નહીં

સરકાર મચક નહીં આપે તો આૃર્યજનક કાર્યક્રમો સાથે હડતાળ જારી રહેશે

ખાનગી વાહન ચાલકોએ વધુ ઉઘરાણા કર્યા હોવાની ફરિયાદૉ

। ભરૃચ ।

ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમની રાજયવ્યાપી હડતાલના બીજા દિવસે ભરૃચ અને નર્મદા જિલ્લામાં પરિસ્થિતિ વણસી હતી. સૌથી કફોડી હાલતમાં શાળા-કોલેજોના ૨૦ હજારથી વધુ છાત્રો મુકાઈ ગયા હતા. બંન્ને જિલ્લામાં બીજા દિવસે પણ માર્ગ પરથી એસ.ટી.બસોની ૨૩૬૪ ટ્રીપો ગાયબ રહેતા ૧.૬૦ લાખ મુસાફરોના રઝળપાટનો પાર રહ્યો ન હતો. ડીવીઝન અને પાંચેય ડેપો ખાતે ૬૦૦ થી વધુ પુરૃષ કર્મચારીઓએ અર્ધનગ્ન થઈ ભારે સુત્રોચ્ચાર સાથે સરકારનો હુરિયો બોલાવ્યો હતો.એસ.ટી. તંત્રની બીજા દિવસમા પ્રવેશેલી હડતાલના પગલે ભરૃચ અને નર્મદા જિલ્લામાં ગામડાના છાત્રો, વેપારીઓ, નોકરીયાત તેમજ મુસાફરોની સ્થિતિ કફોડી બની હતી. બીજા દિવસે પણ ૬ થી  ૮ હજાર છાત્રોને એસ.ટી. બસો વગર પાંચથી છ કી.મી. પગપાળા ચાલવાનો વારો આવ્યો હતો. વળી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી શુક્રવારે પણ ૫૦ ટકા જેટલી ઓછી રહી હતી. શહેર અને હાઈવેના માર્ગો સુમસામ ભાસવા સાથે ખાનગી વાહન ચાલકોને તડાકો પડી જતા તેઓએ મુસાફરો પાસેથી વધુ ઉઘરાણી કરી હોવાની બૂમો પણ ઊઠી હતી.

શુક્રવારે એસ.ટી.ની હડતાલના બીજા દિવસે ભરૃચ વિભાગીય કચેરી ભોલાવ, અંકલેશ્વર, જંબુસર, ઝઘડીયા અને રાજપીપળા ડેપો ખાતે કર્મચારીઓએ ભેગા થઈ પોતાના પડતર પ્રશ્નો અંગે રાજય સરકારને ભીસમા લઈ ભારે સુત્રોચ્ચાર કર્યો હતો. ૬૦૦ થી વધુ પુરૃષ કર્મચારીઓએ પોતાના શર્ટ ઉતારી અર્ધનગ્ન થઈ વિરોધ પ્રદર્શન કરી ભડાશ કાઢી હતી કે, સરકાર એસ.ટી. કર્મચારીઓને એક યુનિફોર્મ પણ આપી શકતી નથી. શુક્રવારે પણ એસ.ટી.બસો બંધ રહેતા રીક્ષા, ખાનગી વાહનો તેમજ ટ્રેનોમાં મુસાફરોનો પ્રવાહ વધ્યો હતો.

પાંચેય ડેપો ઉપર ખાનગી વાહનો ન પ્રવેશે તે માટે બસની આડસ

શુક્રવારે સવારથી જ એસ.ટી. કર્મચારીઓ ભોલાવ વિભાગીય કચેરી સહિત બંને જિલ્લાના પાંચેય ડેપો પર એકત્ર થઈ પોતાની પડતર માંગણીઓ મુજબ વિરોધનો સૂર જારી રાખ્યો હતો. ડેપોમાં ખાનગી વાહનો પ્રવેશી ન શકે તે માટે કર્મચારીઓએ ગેટ પાસે એસ.ટી. બસને આડી ઉભી કરી હતી, જેને લઈ ખાનગી બસ મુસાફર લેવા ડેપોમાં આવી શકી ન હતી.

ગાંધીનગર બેઠક ચાલુ હોઇ ઉકેલની શકયતા

ભરૃચ વિભાગીય નિયામક એસ.પી.માત્રોજાએ જણાવ્યુ હતુ કે, ગાંધીનગરમાં તંત્રની એસ.ટી.ના માન્ય ત્રણેય યુનિયનોની બનેલી સંકલન સમિતિ સાથે સાંજે બેઠક ચાલી રહી છે. કર્મચારીઓની માંગણી સંતોષવા સમાધાન થાય તો મધરાતથી હડતાલનો ઉકેલ આવવા શકયતા છે.

ફિકસ પગારદારોને નોટિસો સામે સ્ટેની નકલ મોકલાઈ

એસટી તંત્રના ફીકસ પગારદારોને હડતાલમાં જોડાવવા અંગે નોટિસો ફટકારી ૨૪ કલાકમાં હાજર નહીં થાવ તો છુટા કરાશે તેવી ચેતવણી અપાતા ત્રણેય યુનિયનોએ રાજયના ૧૬ ડીવીઝનના વિભાગીય કંટ્રોલરોને હાઈકોર્ટે આપેલા સ્ટેની નકલ મોકલી આપી હતી. ભરૃચ વિભાગમાં ૪૦૦ થી વધુ ફીકસ પગારના કર્મી છે.

શનિ, રવિ, શૈક્ષણિક રજા બાદ સોમવારે જો હડતાળ ચાલુ હશે તો એકશન લેવાશે

એસ.ટી. કર્મચારીઓની બીજા દિવસમાં પ્રવેશેલી હડતાલના પગલે ભરૃચ જિલ્લામાં ગામડાના વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે શુક્રવારે જિલ્લા કલેકટર રવિકુમાર અરોરાએ એસ.ટી.તંત્ર, પ્રાઈવેટ ટ્રાવેલર્સ અને આર.ટી.ઓની સંયુકત બેઠક બોલાવી હતી. જેમાં શાળા, કોલેજોના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને મુસાફરી માટે જણાવાયુ હતુ. શનિ, રવિ, શૈક્ષણિક રજા હોય જો સોમવારે પણ એસ.ટી.ની હડતાલનો ઉકેલ નહીં આવે તો ભરૃચ જિલ્લા વહીવટી તંત્ર લેખિત આદેશો આપી એકશન લેવાનું શરૃ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;