ભરૃચ સિવિલમાં વીજળી ડૂલ થતાં સાત દર્દીઓનું ડાયાલિસિસ અટક્યું - Sandesh
  • Home
  • Baroda
  • ભરૃચ સિવિલમાં વીજળી ડૂલ થતાં સાત દર્દીઓનું ડાયાલિસિસ અટક્યું

ભરૃચ સિવિલમાં વીજળી ડૂલ થતાં સાત દર્દીઓનું ડાયાલિસિસ અટક્યું

 | 3:15 am IST

શુદ્ધિકરણ વિના દર્દીઓને લોહી પરત ચઢાવી દેવાયું

વીજળી વેરણ સમયે લાખોના ખર્ચે વસાવેલ જનરેટરમાં પૂરવા ડીઝલ પણ ન હતું

। ભરૃચ ।

લાખોના ખર્ચે બનાવેલી ભરૃચ સિવિલ હોસ્પિટલના સત્તાધિશોની ગંભીર બેદરકારી તેમજ લાલીયાવાડીના કારણે અવારનવાર દર્દીઓ અને તેમના સગાને ભોગવવાનો વારો આવે છે. શનિવારે સવારે વીજળી ડુલ થતા ડાયાલીસીસ પર રહેલા ૭ દર્દીઓના જીવ સિવિલ પાસે ડીઝલ નહી હોવાથી જોખમકારક સ્થિતિમાં મુકાઈ ગયા હતા.

સુવિધા અને સારવારના મામલે હંમેશા વિવાદોમાં રહેતી ભરૃચ સિવિલ હોસ્પિટલમાં આજે ફરી નિષ્કાળજીના કારણે દર્દીઓના જીવ જોખમભરી સ્થિતિમાં મુકાઈ ગયા હતા. સવારે ૭ વાગ્યાથી એપોઈમેન્ટ સાથે ૭ દર્દીઓ ડાયાલીસીસ માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા. દર્દીઓનું ડાયાલીસીસ શરૃ થયાના ગણતરીના સમયમાં અચાનક વીજળી વેરણ બની હતી. તંત્રે હોસ્પિટલના જનરેટરથી વીજળી ન મળતા માત્ર ૧૦ મિનિટનો બેટરી બેકઅપ વાળી સિસ્ટમાથી ડાયાલીસીસ પર રહેલા ૭ દર્દીઓને શુધ્ધિકરણ વિના લોહી પરત ચઢાવી દેવાયુ હતુ.

 

 

વારંવાર લાઈટ જાય છે છતાં ડીઝલ હોતંુ નથી

છેલ્લા ચાર મહિનાથી ડાયાલીસીસ માટે સિવિલ હોસ્પિટલમાં આવુ છું. સિવિલમાં છાશવારે વીજ પુરવઠો ઠપ્પ થાય છે જો કે તંત્ર તેમની પાસે રહેલા જનરેટર માટે ડીઝલનો જથ્થો રાખવાનુ તસ્દી લેતુ નથી. ચાલુ ડાયાલીસીસે લાઈટ જતા ઘણી તકલીફ પડતી હોવા છતાં આગોતરી ડીઝલની વ્યવસ્થા કરાતી નથી.        કનૈયાલાલ ફરસરામી, ડાયાલીસીસ દર્દી

;