ભરૃચ, સુરત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના મંદિરોમાં દર્શનાર્થીઓને લૂંટતી ટોળકી - Sandesh
  • Home
  • Newspaper
  • ભરૃચ, સુરત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના મંદિરોમાં દર્શનાર્થીઓને લૂંટતી ટોળકી
 | 4:36 am IST

ભકતોને ભોળવી રોકડા અને દાગીના તફડાવવાના ૧૯ ગુનાની કબૂલાત

આંતરરાજય ઈરાની ગેંગના ઈસમને ઝડપી પાડતી ભરૃચ ન્ઝ્રમ્

 

 

। ભરૃચ ।

ભરૃચ, સુરત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના મંદિરોમાં દર્શનાર્થે આવતા ભકતોને ભોળવી તેઓના દાગીના અને રોકડા તફડાવી લેતી ઈરાની ગેંગના મુળ એમ.પી.ના એક સાગરિતને ભરૃચ એલસીબીએ હાંસોટના સીસોદ્રા ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી ઝડપી પાડી આંતરરાજય ૧૯ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.

હાંસોટના ઈલાવ ગામે  રામજી મંદિર તેમજ ઓભા ગામ ખાતે સ્વામિનારાયણ મંદિરમાં વૃધ્ધ મહિલા તથા પુરૃષને વિશ્વાસમાં લઈ બાધા તેમજ ગુપ્તદાન કરવાનુ છે એમ જણાવી ગત ૨૦ નવેમ્બરે રોકડા પૈસા તેમજ દાગીનાની પડાવી લેવાતા બંન્ને ગુનાની તપાસ હાંસોટ પોલીસ કરી રહી હતી. લેવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચૂડાસમા તેમજ એલસીબીના પીઆઈ જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ પોસઈ પી.એસ.બરંડા તેમજ એ.એસ.ચૌહાણ અને વાય.જી.ગઢવીએ અલગ અલગ ટીમ બનાવી ગુના શોધવા સતર્કતા દાખવી હતી. પેટ્રોલીંગ વેળા પીએસઆઈ વાય.જી.ગઢવીને એવી બાતમી મળી હતી કે, સીસોદ્રા ગામની સીમમાં શેરડીના ખેતરમાં આ ગુનો કરનાર આરોપી સંતાયેલ છે.

એલસીબી પોલીસ સ્ટાફે વિસ્તારને કોર્ડન કરી આરોપી હાસીમ કાદીર શેખ, રહે.ર૧૧, દેવાઝીહરી કોલોની, મકાન નં. ૧, નાકર સેંડવા, તા.સેંડવા, જી.બરવાનીને પકડી પાડયો હતો. જેની પુછપરછમાં તે ઈરાની ગેંગનો સાગરિત હોવાની કબુલાત સાથે ભરૃચના બે ગુના ઉપરાંત સુરતના ૪, રાજસ્થાનમા ૭ અને મધ્યપ્રદેશમાં મંદિરોએ દર્શન કરવા આવતા લોકોને ભોળવી રોકડા અને દાગીના તફડાવતા ૬ ગુનાની કબુલાત કરી હતી. એલસીબીએ આંતરરાજય ઈરાની ગેંગના મુખ્ય સુત્રધાર સહિત આરોપીઓને પકડી પાડવા અને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. બાધા, ચઢાવાના નામે શ્રધ્ધાળુઓને મૂર્ખ બનાવી લૂંટી લેવાતા

 

ઈરાની ગેંગનો હાસીમ શેખ જાવીદ અલી સાથે એવનજર્સ બાઈક ઉપર આવી અલગ અલગ જિલ્લા તથા રાજયમાં મંદિરોમાં જઈ શ્રધ્ધાળુઓને મળતા. તેમને વિશ્વાસમાં લઈ રોકડ રૃપિયાનું દાન મંદિરમાં કરવુ છે જેમા આપના દાગીના અડકાવી દાન કરવુ છે એમ જણાવી ભોગ બનનારના દાગીના ઉતરાવી નજર ચુકાવી નાસી જતા હતા. તો કયારેક પોતાની માતાની તબિયત નાજુક હોય બાધા કોઈ વયોવૃધ્ધ સ્ત્રીના હસ્તે દાગીની ચઢાવાનું કહી રૃપીયા અને દાગીના લઈ ફરાર થઈ જતા હતાં.

આરોપી પાસેથી બે મોબાઈલ, ૬૯ સ્ટોન મળી આવ્યા

આરોપી પાસેથી ૨ મોબાઈલ,  વોટીંગકાર્ડ, ૧૦૦ રૃપીયા રોકડા તેમજ લેડીઝ પર્સ અને નાની ડબ્બીમાંથી અલગ અલગ કલરના ૬૯ સ્ટોન મળી આવ્યા હતા. અલગ અલગ સ્ટોનનો ઉપયોગ ઈરાની ટોળકી મંદિરે આવતા દર્શનાર્થીઓને વિધીના નામે રૃપીયા પડાવવા કરતા હતા.

૩ રાજયના ૧૯ ગુનાઓની કબૂલાત

?હાંસોટ તાલુકાના ઈલાવ ગામ ખાતે રામજી મંદિર,?હાંસોટ ઓભા ગામ ખાતે સ્વામિનારાયણ મંદિર,?સુરત શહેર જહાંગીપુરા સંતોષી માતાના મંદિર, ?સુરત પરીયા ગામ નિલકંઠ મહાદેવ મંદિર,?સુરત ધાનેશ્વર મહાદેવ મંદિર, ?સુરત રૃરલ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારનો ગુનો, ?રાજસ્થાનના બિકાનેરમાંથી ૬ થી ૭ જગ્યાએથી કરેલ ગુનાઓ,?મધ્યપ્રદેશ રાજયના સેંડવા વિસ્તારમાં  ૬ જેટલા ગુના.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;