ભરૃચ સેવાશ્રમ હોસ્પિટલમાં ડો. યોગેશ પાનવાલા આઈ ડિપાર્ટમેન્ટની શરૃઆત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ભરૃચ સેવાશ્રમ હોસ્પિટલમાં ડો. યોગેશ પાનવાલા આઈ ડિપાર્ટમેન્ટની શરૃઆત

ભરૃચ સેવાશ્રમ હોસ્પિટલમાં ડો. યોગેશ પાનવાલા આઈ ડિપાર્ટમેન્ટની શરૃઆત

 | 2:45 am IST

ડો.યોગેશ પાનવાલાના માતૃશ્રીના હસ્તે ઉદ્દઘાટન કરાયું

। ભરૃચ ।

ભરૃચ નગરની સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ડો.યોગેશ નટવર પાનવાલા આંખોના વિભાગનું ઉદ્દઘાટન તેમના માતૃશ્રી પુષ્પાબેન પાનવાલાના હસ્તે કરવામાં આવ્યુ હતુ. ઓપીડી તેમજ ઓપરેશનમાં વપરાતા સાધનોનું દાન આપી આ યુનિટ ઉભુ કરાયુ છે. આ વિભાગમાં આંખોના સ્પેશ્યાલીસ્ટ ડોકટર દ્વારા આંખોની દરેક તકલીફો માટે ઓપરેશન કરવામાં આવશે. આ ઉપરાંત મોતિયા માટે ફેકો પધ્ધતિથી ઓપરેશન કરાશે. આ અદ્યતન સેવાનો વિભાગ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ડો.યોગેશભાઈનો જન્મ ૧૯૬૨ માં મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. યોગેશભાઈએ આંખોના નિદાન માટે દેશ-વિદેશની યાત્રા કરી લોકોને નેત્ર રોગોમાંથી મુકિત અપાવી હતી. તેમના મૃત્યુ બાદ પુત્રનું સ્વપ્ન સાકાર કરવાતેમની માતા પુષ્પાબેન સહિતના પરિવારના સભ્યોએ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે અદ્યતન સુવિધા સાથે નેત્રરોગ અંગેનો ઓપિડી અને ઓપરેશન સેન્ટર શરૃ કરવા તમામ સાધનો દાન કરી ડો.યોગેશ પાનવાલાના નામે આંખના સારવાર વિભાગની શરૃઆત કરાઈ હતી. આ પ્રસંગે માતા પુષ્પાબેન, બહેન ડો.સોનલ મહેતા, ડો.રાજેશ મહેતા, સેવાશ્રમ હોસ્પિટલના સંચાલક હિંમાશુ માલવાણીયા, ચેરમેન કિરણ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;