ભલે ભડકે બળતું સૌરાષ્ટ્ર પણ આજે આખી રાત રસ્તાઓ પર જોવા મળશે સુંદર યુવતીઓની ભીડ - Sandesh
  • Home
  • Rajkot
  • ભલે ભડકે બળતું સૌરાષ્ટ્ર પણ આજે આખી રાત રસ્તાઓ પર જોવા મળશે સુંદર યુવતીઓની ભીડ

ભલે ભડકે બળતું સૌરાષ્ટ્ર પણ આજે આખી રાત રસ્તાઓ પર જોવા મળશે સુંદર યુવતીઓની ભીડ

 | 3:08 pm IST

છેલ્લા કેટલાક દિવસોથી ઉનાના દલિત અત્યાચાર મામલાને કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં અજંપાની સ્થિતિ છે અને નાનામોટા તોફાનને કારણે મોટાભાગના સૌરાષ્ટ્રની શાંતિ હણાઈ ગઈ છે. જોકે આ સ્થિતિમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં યુવતીઓનો વ્રતનો ઉત્સાહ મોળો નથી પડ્યો. આ સંજોગોમાં આજે રાત્રે જયા પાર્વતી વ્રતનું જાગરણ  હોવાના કારણે રાજકોટ સહિત મોટાભાગના સૌરાષ્ટ્રમાં આજે રાતના સમયે દિવસ ઉગશે. આજે રાત્રે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરવા લાયક સ્થળોએ યુવતીઓની ભીડ જામશે. આ સંજોગોમાં કોઈ સમસ્યા ન સર્જાય એટલે સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. 

અષાઢ સુદ 13થી શરૂ થયેલા જયા પાર્વતી વ્રતની અષાઢ વદ-ર ગુરુવાર 21 જુલાઇના પુર્ણાહૂતિ થશે, જયારે જે બહેનોને વ્રતનું ઉજવણું કરવાનું છે તેઓએ અષાઢ વદ-૩ શુક્રવાર 22 જુલાઇના દિવસે ઉજવણું કરવાનું રહેશે. આ સિવાય ગુરુવારે આખી રાત્રીનું જાગરણ રહેશે. ગુરુવારે વ્રતનો અંતિમ દિવસ હોય વ્રત કરનાર કન્યાએ શિવ-પાર્વતીનું પૂજન કરવું. માતાજીને રૂના નાગલા, ચૂંદડી ચડાવવી કુમકુમનું તિલક કરી અક્ષત લગાવવા તેમજ જેવા સર્વોત્તમ પતિની પ્રાપ્તી તમને થઇ એવા જ પતિની અમને પ્રાપ્તી થાય તેવી પ્રાર્થના કરે છે. ભગવાન શંકરને પુષ્પ, બિલ્વપત્ર, ચંદન ચડાવી આખી રાતનું જાગરણ કરવામાં આવે છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આજે રાત્રીનાં દરેક જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન