ભાજપના દબાણ બાદ પોલીસ ઝૂકી, ૧૪ નબીરાનેે છોડી દેવાયાં - Sandesh
  • Home
  • Baroda
  • ભાજપના દબાણ બાદ પોલીસ ઝૂકી, ૧૪ નબીરાનેે છોડી દેવાયાં

ભાજપના દબાણ બાદ પોલીસ ઝૂકી, ૧૪ નબીરાનેે છોડી દેવાયાં

 | 3:53 am IST

દારૃ ક્યાંથી લાવ્યા? તેની પણ તપાસ ન થઈ

ા વડોદરા ા

વાઘોડિયા તાલુકાના વસવેલમાં જગદીશ શાહના ફાર્મ હાઉસમાંથી ગુરૃવારે રાતે દારૃની મેહફીલ માણતા ઝડપાયેલા ૧૪ નબીરાઓમાં રાજકરણીઓના સંતાનો પણ હોવાથી પોલીસે રાજકિય દબાણને વશ થઈ તમામને પોલીસ મથકમાંથી જ જામીન પર મુક્ત કરી દીધા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે, નશેબાજાએ દારૃની બોટલ અને બિયરના ૧૦ ટીન ક્યાં બુટલેગર પાસેથી મેળવ્યા હતા? તેની પણ તપાસ કરવામાં રસ દાખવ્યો ન હતો.

હાથીખાનામાં કરીયાણાના વેપારી સ્નેહલ ભાસ્કર શાહે તેના ભત્રીજાના લગ્ન પહેલાં મિત્રો માટે વસવેલના ફાર્મમાં ડ્રીન્ક્સ પાર્ટીનું આયોજન કર્યું હતું. વડોદરાના નબીરાઓ ફાર્મમા જામ..સે..જામ ટકરાવતા હતા, ત્યારે જ વાઘોડિયા પોલીસે દરોડો પાડયો હતો. પોલીસે સ્નેહલ શાહ, દર્પીત પટેલ, અલ્કેશ શાહ, રક્ષીત પટેલ, મયુર શાહ, કૃણાલ પટેલ, રવી પ્રજાપતિ, જય પટેલ, નયન પારેખ, નિરજ શાહ, ધ્રૃવેશ પટેલ, દિપ પટેલ, સીરીશ શાહ અને દુર્ગેશ પટેલની ધરપકડ કરી હતી. આ નબીરાઓેમાં વડોદરા કોર્પાેરેશનના માજી ડેપ્યુટી મેયર યોગેશ પટેલ ઉર્ફે મુક્તિના પુત્ર દર્પીત તથા છોટાઉદેપુર જિલ્લા ભાજપના મહામંત્રી અને લોકસભા બેઠકના ઈન્ચાર્જ મુકેશ પટેલના પુત્ર જયનો પણ સમાવેશ થતો હતો. જેને લઈ વાઘોડિયા પોલીસથી લઈ ઉચ્ચ અધિકારીઓ પર રાજકિય પ્રેશર શરૃ થયું હતું. કહેવાય છે કે, પોલીસે રાજકિય દબાણને વશ થઈ આરોપીઓને ગણતરીના કલાકોમાં જ પોલીસ મથકમાંથી જામીન પર છોડી દીધા હતા.

આ નબીરાઓ દારૃની બોટલ અને બિયરના ટીન ક્યાં બુટલેગર પાસેથી લાવ્યા હતા? તે વિશે વાઘોડિયા ઁજીૈં બી.એચ. રાઠોડે પુછતાં તેમણે કહ્યું કે, આ કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ કરે છે, મને ખબર નથી. આરોપીઓના રિમાન્ડ કેમ ન માંગ્યા, તે બાબતે રાઠોડે એવો ખુલાસો કર્યાે હતો કે, કોર્ટ અમને પુછે છે કે, દારૃના કેસના આરોપીઓને કેમ કોર્ટમાં રજૂ કર્યા. એટલે, અમે તેમને પોલીસ મથકમાંથી જામીન આપી દીધા હતા.

 

છોટાઉદેપુર ભાજપના મહામંત્રી મુકેશ પટેલનો પુત્ર જય ઝડપાયો હતો

આ મહેફિલમાંથી છોટાઉદેપુર જિલ્લા ભાજપના મહામંત્રી અને લોકસભા બેઠકના ઈન્ચાર્જ મુકેશ પટેલના બિલ્ડર પુત્ર જયને પણ સકંજામાં લેવાયો હોવાની વિગતો બહાર આવી ન હતી. જોકે, મુક્તિ બદનામ થતાં મુકેશ પટેલ પણ રાજકિય ખેંચતાણનો શિકાર બન્યાં હતા. વિરોધીએ તેમનો પુત્ર પણ દારૃ પીતા પકડાયો હોવાની વાત ફરતી કરી હતી, એક મહિના પહેલાં જ મુકેશ પટેલને ગાંધીનગર ખાતે મળેલી મિટીંગમાં છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપ પક્ષના ઈન્ચાર્જ તરીકે નિમાયાં હતા.

;