ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષની વાડીમાં પાણીનો ટાંકો ફાટતાં બે મહિલાના મોત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષની વાડીમાં પાણીનો ટાંકો ફાટતાં બે મહિલાના મોત

ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષની વાડીમાં પાણીનો ટાંકો ફાટતાં બે મહિલાના મોત

 | 4:21 am IST

ા સિહોર (સંદેશ બ્યૂરો) ા

ભાવનગર જિલ્લામાં સિહોર પંથકના મહાદેવપરા વિસ્તારમાં આવેલ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પિૃમના ધારાસભ્યની વાડીમાં આજે સવારે પાણીનો ટાંકો ફાટતાં ત્યાં કપડા ધોઇ રહેલાં ભાગીયું રાખનાર બે મહિલાઓને ગંભીર ઇજા થતાં સારવાર માટે ભાવનગર ખસેડાયા હતા. જયાં બન્નેના સારવારમાં મોત નિપજ્યા હતા.

બનાવ અંગે સિહોર પોલીસ સ્ટેશનમાં હકિકત જાહેર કરતાં બુધાભાઇ સડાભાઇ જાબુંચા (રહે. ચિત્રા, પ્રેસ કવાર્ટર પાસે,નિર્ભય સોસાયટી, ભાવનગર હાલ મોટા સુરકા, તા.સિહોર) એ જણાવ્યું કે તેમણે તેમના પત્ની લક્ષ્મીબેન સાથે મોટા સુરકા મહાદેવપરા નજીક આવેલ જીતુભાઇ વાઘાણીની વાડીમાં એક માસથી ભાગીયું રાખી અન્ય ભાગીયા સાથે ત્યાં જ રહેતા હતા.દરમિયાનમાં આજે સવારના અંદાજે છ કલાક આસપાસ વાડીમાં શોરબકોર થવા લાગતાં તેમણે જાગીને જોયું તો તેમના પત્ની લક્ષ્મીબેન બુધાભાઇ જાંબુચા (ઉ.વ.૪૫) તથા વાડીમાં રહેતા બીજા ભાગીયા મધુબેન ભરતભાઇ બાંભણીયા (ઉ.વ.આશરે ૫૧) બોળચોથ હોવાથી વહેલાં સ્નાન કરીને વાડીના જે ટાંકા પાસે કપડાં ધોતા હતા. તે પાણીનો ટાંકો જ અકસ્માતે ફાટતાં પાણીના ટાંકાની ચોકડીની ધાર તથા ઇંટો કપડાં ધોતા બન્ને બહેનોને વાગતાં બન્નેને માથા સહિતના ભાગે ગંભીર ઇજા થઇ હોવાનું માલુમ પડયું હતું. બનાવના પગલે બન્ને ઇજાગ્રસ્ત બહેનો પૈકી લક્ષ્મીબેનને સારવાર અર્થે ખાનગી વાહન મારફતે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડાયા હતા. જયાં ફરજ પરના તબીબે તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. તો, મધુબેનને સારવાર માટે ૧૦૮ મારફત ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમ્યાન તેમનું પણ મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસેેે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનિય છે કે, આ ઘટના જે વાડીમાં બની છે તે વાડી ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પિૃમના ધારાસભ્ય જીતુ વાઘાણીની હોવાનું ઉક્ત જાહેર થયેલ હકિકત પરથી સ્પષ્ટ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન