ભાજપના મંત્રી ગજેન્દ્રસિંહ સામે શારીરિક શોષણની ફરિયાદ - Sandesh
  • Home
  • Gujarat
  • ભાજપના મંત્રી ગજેન્દ્રસિંહ સામે શારીરિક શોષણની ફરિયાદ

ભાજપના મંત્રી ગજેન્દ્રસિંહ સામે શારીરિક શોષણની ફરિયાદ

 | 4:13 am IST
  • Share

  • શરીર સંબંધ બાંધ્યા, હવે મોતની ધમકી આપે છે ભાજપ રાજમાં પક્ષની જ મહિલા કાર્યકર અસલામત, CBIને પત્ર

  • મારી પત્ની સુખ આપતી નથી એમ કહીં MLAક્વાર્ટર્સમાં વારંવાર શારીરિક સંબંધ બાંધનારા મંત્રીએ સેક્સ માણ્યા બાદ મહિલા દલિત હોવાથી લગ્ન નહીં કરે એવો જવાબ આપ્યો

  • ગાંધીનગરના પોલીસ સ્ટેશનમાં જ મહિલાને એક કરોડની ઓફર

 

ગુજરાતની ભાજપ સરકારના લગ્ને લગ્ને કુંવારા જેવા મંત્રી એવા પ્રાંતિજના ગજેન્દ્રસિંહ પરમારે અમદાવાદની ભાજપની મહિલા કાર્યકરને પ્રેમમાં ફસાવી શારીરિક સંબંધો બાંધ્યા હતા, મંત્રીએ પહેલાં પત્ની બનાવવાનું વચન આપ્યું હતું પણ તરછોડી દીધી છે. આ મામલે વિવિધ કક્ષાએ રજૂઆતો પછીયે ન્યાય ન મળતાં મહિલા કાર્યકરે હવે સીબીઆઈને પત્ર લખી તપાસની માગણી કરી છે. ગુજરાત રેન્જના સીબીઆઈના ડિરેક્ટરને પત્ર લખીને મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સામે ગુનો નોંધવાની દાદ મંગાઈ છે. આ પ્રકરણને લઈ ફરી એક વાર રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ રાજમાં તેમના જ પક્ષના મહિલા કાર્યકર સલામત ન હોવાનો પીડિતાનો દાવો છે.

ગુજરાત સરકારના મંત્રી લંપટ છે તેવા આક્ષેપો સાથે મહિલાએ પહેલાં અમદાવાદ પોલીસ કમિશનર સહિત પોલીસ સ્ટેશનના દરવાજા ખટખટાવ્યા હતા, જોકે મંત્રી સામે કોઈ કાર્યવાહી ન થતાં મહિલાએ હિંમતનગરમાં મુખ્યમંત્રીની હાજરીમાં એક કાર્યક્રમમાં

હોબાળો મચાવવા ચીમકી આપી હતી, જેને પગલે મહિલાની અટક કરાઈ હતી. મહિલા કાર્યકર વર્ષ 2020માં ગાંધીનગર સચિવાલય ખાતે મંત્રીના સંપર્કમાં આવી હતી, એ પછી બંને વચ્ચે વોટ્સએપ કોલ, મેસેજથી વાર્તાલાપ શરૂ થયો હતો, દરમિયાન ગજેન્દ્રસિંહે કાર્યકરને પત્ની તરીકે રાખવા માગું છું તેવી ઓફર કરી હતી, મંત્રીએ જે તે વખતે પોતે ધારાસભ્ય છે એટલે કોઈ કામ હોય તો તાત્કાલિક કરાવી આપીશ, એમએલએ ક્વાર્ટસમાં તમે મને મળો.

ભાજપની આ મહિલા કાર્યકર ધારાસભ્ય નિવાસસ્થાને પહોંચી ત્યારે ગજેન્દ્રસિંહે એવી વાત કરી હતી કે, મારી પત્ની શારીરિક સુખ આપી શકતી નથી, તમે શારીરિક સંબંધ બાંધો તો હું તમને પત્ની તરીકે સ્વીકારવા તૈયાર છું. મહિલાએ એવી વાત મૂકી કે, તમે ઠાકોર દરબાર છો અને હું અનુસૂચિત જાતિની છું તો તમે મને સ્વીકારશો? તે વખતે ધારાસભ્યે પત્નીને છુટાછેડા આપીને સ્વીકારવા તૈયારી બતાવી હતી. મહિલાનો આક્ષેપ છે કે, ગત 30મી જુલાઈ 2020ના રોજ ધારાસભ્યના નિવાસે બપોરે 1થી 2.30 વાગ્યા સુધી ગજેન્દ્રસિંહે મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા, એ પછી કહ્યું કે, આજે હું ખુશ થયો, તમે પત્ની તરીકેના હક્કો આપીશ.એ પછી દર મંગળવારે ક્વાર્ટસમાં બોલાવી સંબંધ બાંધતા હતા, ગજેન્દ્રસિંહે 15થી વધુ વખત સંબંધ બાંધ્યા છે.

એ પછી બે ત્રણ મહિના બાદ સંપર્કો બંધ કરતાં ધારાસભ્યે ચૂંટણીના કામમાં વ્યસ્ત હોવાનું અને ત્યાર બાદ જાતિનું કારણ આગળ ધરી અપનાવા ઈન્કાર કર્યો હતો, બંને વચ્ચે બબાલ થતાં ધારાસભ્યે તમારા જેવી કેટલીયે છોકરીનો ઉપયોગ કરીએ છીએ એમ કહી સંબંધની વાત ભૂલી જવા કહ્યું હતું. એ વખતે કલ્પેશ, હિતેશ અને કિશોર નામના ગજેન્દ્રના સાગરિતો ચાંદખેડા આવેલા અને દીકરી ઉઠાવી જવાની, મારી નાખવાની ધમકીઓ આપેલી. જે પછી ત્રણેય શખ્સોએ કુડાસણ ખાતે તા.22 નવેમ્બર 2020ને રાત્રે નોટરી એફીડેવીટ લખાણ પર સહી કરાવી હતી. અંતે કંટાળીને મહિલાએ રાજ્ય પોલીસ વડાને લેખિતમાં અરજી કરી હતી પણ કાર્યવાહી થઇ ન હતી.

આ મહિલા અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસે પહોંચી હતી પણ તત્કાલિન સીપીના રીડર પીઆઇ દહીયાએ અવાર નવાર ધક્કા ખવડાવ્યા બાદ અરજી આવી નથી તેવો જવાબ આપ્યો હતો. ફરીથી ડીજી ઓફિસ પહોંચીને અરજી સંદર્ભે પૂછપરછ કરતા સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં મોકલી હતી. ત્યાં બે મહિલા પોલીસકર્મી અને રાઇટર નરેન્દ્રસિંહે મોટા માણસો સામે અરજી કે ફરિયાદ ન કરવા માટે સમજાવટ કરી હતી.

અરજીમાં કહેવા પ્રમાણે તા,28 જૂન 2021ના રોજ બપોરના સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં રાતના 8 વાગ્યે રાઇટર નરેન્દ્રસિંહ, સંજ્યસિંહ બન્ને રૂ. 20 લાખ લઇને આવ્યા હતા. બાદમાં સંજ્યે મહિલાને કહ્યુ આ 20 લાખ તું લઇ લે, પોલીસ સ્ટેશનની બહાર કાળા કલરની ગાડીમાં ગજેન્દ્રસિંહ બેઠા છે તે તમને 80 લાખ આપશે. જો તમે કિશોરસિંહ ઝાલા સામે ફરિયાદ કરો તો તમને ધારાસભ્ય રૂ. એક કરોડ આપશે. પરંતુ મહિલાએ પૈસા લેવાની ના પાડી અને કિશોર સામે ખોટી ફરિયાદ કરવાની ના પાડતા ગજેન્દ્રસિંહના સાગરીતોએ ધમકીઓ આપી હતી. આ અંગે મહિલાએ ન્યાય મેળવવા માટે રાજ્યની સીબીઆઇ ઓફિસમાં લેખિત ફરિયાદ કરી હતી.

ન્યાય નહીં મળે તો ન્યૂડ ફોટો જાહેર કરવાની પીડિતાની ચીમકી

પીડિતાના કહેવા પ્રમાણે, ગજેન્દ્રસિંહ દર મંગળવારે ધારાસભ્ય ક્વાર્ટસ ખાતે બોલવાતા ત્યારે મોબાઇલ ઘરે મૂકીને આવવાનું કહેતા હતા. ગજેન્દ્રસિંહે શારિરીક સંબંધ બાંધ્યા ત્યારે અમે બન્નેએ મારા મોબાઇલમાં સેલ્ફી સહિત કેટલાક ન્યૂડ ફોટા પાડયા હતા. ગજેન્દ્રસિંહ અને તેના સાગરીતોએ એક દિવસ મારો મોબાઇલ લઇને અમારા બન્નેના ફોટા ડિલીટ કરી નાંખ્યા હતા. પરંતુ એક ફોટો પ્રાઇવેટ ગેલેરીમાં હોવાથી તે ડિલીટ થયો નથી. જો મને ન્યાય નહીં મળે તો તે ફોટો મિડીયામાં પ્રકાશિત કરીશ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો