ભાડા કરાર કરીને કાર વગે કરનાર સામે વધુ એક  ફરિયાદ  - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ભાડા કરાર કરીને કાર વગે કરનાર સામે વધુ એક  ફરિયાદ 

ભાડા કરાર કરીને કાર વગે કરનાર સામે વધુ એક  ફરિયાદ 

 | 3:26 am IST

વડોદરા કાર અને જીપનું આકર્ષક ભાડુ આપવાના લેખીતમાં કરાર કરીને વાહનો વગે કરતા માંજલપુરના આરોપી અશ્વીન પટેલ સામે વધુ એક ફરીયાદ નોંધાઇ છે. વડોદરા તાલુકાના પોર શાહપુર ખાતે રહેતાં જીતેન્દ્ર મંગળભાઈ પાટણવાડીયાએ માંજલપુર પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ હતુ કે, આરોપી અશ્વીન પરસોત્તમ પટેલ (માંજલપુર) સાથે થોડાક માસ પૂર્વે પરીચય થયો હતો. જીતેન્દ્રભાઈએ તેમની બોલેરો જીપ માસીક રૂ. ૩૦ હજારનો તા.૨૫મી ઓગસ્ટ૨૦૨૧ના રોજ ભાડા કરાર કર્યો હતો. શરૂઆતમાં ભાડુ ચુકવ્યુ હતુ પછી ભાડુ ચુકવ્યુ નહતુ વાહન પરત માગતા જુદા જુદા કારણો આપીને પછી અંડરગ્રાઉન્ડ થયો હતો. જે દરમીયાન અડધો ડઝન કરતાં વધુ વાહનો વગે કરવાના કાવતરામાં આરોપીની ધરપકડ થઈ હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;