ભાયલીની કરોડો રૂપિયાની જમીનની હરાજીમાં ધૂપ્પલ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ભાયલીની કરોડો રૂપિયાની જમીનની હરાજીમાં ધૂપ્પલ

ભાયલીની કરોડો રૂપિયાની જમીનની હરાજીમાં ધૂપ્પલ

 | 2:33 am IST

નીલા એસો.એે જમીન ખરીદી અને વેચાણ દસ્તાવેજ ઓક્ટેન ઈન્ફ્રાના નામે !

જમીન વેચાણની હરાજી જાહેરમાં અને પછી અંદરખાને મિલીભગત

બિલ્ડર ભરત પરીખે ૯૪૨૦ ચો.મી. જમીન વુડા પાસેથી સિફતપૂર્વક પડાવી લીધી ?

વડોદરા   

ભાયલી ખાતે આવેલી કરોડો રૂપિયાની જમીનની હરાજીમાં ધુુપ્પલ ચાલ્યુ હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી રહી છે. વિકાસશીલ વિસ્તારની ૯૪૨૦ ચોરસ મીટર જમીન જાહેર હરાજીમાં નીલા એસોસીયેટ્સે ખરીદ્યા બાદ તેનો વેચાણ દસ્તાવેજ ઓક્ટેન ઈન્ફ્રા સ્પેસના નામે થયો હોવાની માહિતી જાણમાં આવી છે. ટેન્ડરની શરતનો ભંગ થયો હોવા છતાં ફાળવણી રદ નહીં કરીને વુડાની બોર્ડ મિટીંગમાં સંમતિ આપી દેવાઈ હોવાની વિગતોને લઈને ચર્ચા જાગી છે.  

વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ (વુડા) ભાયલી ટીપી સ્કીમ નં.૧માં કપાતમાં મળેલી ફાઈનલ પ્લોટ નં.૧૦૭વાળી વાણિજ્ય હેતુ માટેની ૯૪૨૦ ચોરસ મીટર જમીનની ટેન્ડર કમ હરાજી કરી હતી. ગત તા. ૯મી મે૨૦૧૭ના રોજની ટેન્ડર કમ હરાજીમાં તે જમીન ખરીદવા ઈચ્છતા બિલ્ડરોએ ભાગ લીધો હતો અને મહત્તમ બીડ ભર્યા હતા. જેમાં સૌથી વધુ ભાવ નીલા એસોસીયેટ્સના ભાગીદાર એવા બિલ્ડર ભરત પરીખે ભર્યા હતા. પ્રતિ ચો.મી.ના રૂ. ૪૪૦૬૫.૮૨ પૈસા લેખે નિલા એસોેસીયેટ્સના ભરત પરીખે ૯૪૨૦ ચોરસ મીટર જમીન કુલ રૂ. ૪૧.૫૧ કરોડમાં ખરીદી હતી. નીલા એસોસીયેટ્સ કુલ કબજા હક્ક પૈકીની ૧૦ ટકા રકમ ટેન્ડર દ્વારા વુડામાં જમા કરાવી હતી. પછી તેમણે બાકીની સંપૂર્ણ રકમ વુડામાં ભરતા અગાઉ વેચાણ દસ્તાવેજ કરવાની માગણી કરી હતી. જોકે, ટેન્ડર ફોર્મની વિગત નં. મુજબ તથા ટેન્ડરની શરત નં.૧૦ પ્રમાણે, કબજા હક્કની તમામ રકમ ભરપાઈ થયા બાદ દસ્તાવેજ કરી કબજો સોંપવાનો હોય છે. જોકે નીલા એસોસીયેટ્સ તે પુરેપુરી રકમ ભરી શકતા કબજો લેવા માટે નવી તરકીબ અજમાવી હતી.  

નીલા એસા.ના ચતુુર ગણાતા બિલ્ડરે વુડાને ગત તા. ૧૬૦૯૨૦૧૭ના રોજ પત્ર લખ્યો હતો અને પછી તા. ૧૦૨૦૧૭ અને ૧૦૨૦૧૭ના રોજ પણ પત્ર લખી નીલા એસોસીયેટ્સ અને ઓક્ટેન ઈન્ફ્રા સ્પેસ નામની બન્ને પેઢીમાં ભરત પરીખ પાર્ટનર્સ/ પ્રમોટર્સ છે. ભરત પરીખે નીલા એસો.ના ભાગીદાર તરીકે ટેન્ડર ભરેલુ હતુ પરંતુ હાલમાં તેઓને ઓક્ટેન ઈન્ફ્રા સ્પેસમાંથી પ્લોટ માટે બાકી રહેતી રકમ ભરવા માટે ભંડોળ મેળવવાનુ હોવાનુ કારણ જણાવીને જમીનની ફાળવણી ઓક્ટેન ઈન્ફ્રા સ્પેસના ભાગીદાર તરીકે કરી આપવા માગ કરી હતી. હરાજીમાં નીલા એસોસીયેટ્સ ભાગ લીધો હોય તો વુડાએ તે નામે વેચાણ દસ્તાવેજ કરવો પડે, પરંતુ ભરત પરીખે માત્ર નીલા એસોસીયેટ્સના સ્થાને ઓક્ટેન ઈન્ફ્રા સ્પેસના ભાગીદાર/વહિવટકર્તા કશ્યપ પરીખના નામે નામફેર કરી આપવાની માગણી કરેલી હતી. જે કશ્પયે ટેન્ડર કમ હરાજી સાથે લેતી દેતી નથી, તેમના નામે કંઈ રીતે વુડા વેચાણ દસ્તાવેજ કરી શકે? તેવો સવાલ ઉઠયો હતો. જોકે, વુડાએ ટેન્ડરમાં નામ ફેરફાંર કરવાની માંગણી ટેન્ડરની શરતો વિરુદ્ધ હોવાથી કાયદાની જોગવાઈ મુજબ થઈ શકે નહીં તેવુ સ્પષ્ટ દર્શાવ્યુ હતુ.  

વુડાના ટેન્ડર કમ હરાજીની શરત નં.૧૭ પ્રમાણે હરાજીમાં સફળ થનાર ઓફરને વુડા દ્વારા કોઈ કારણોસર પ્લોટ તબદીલ કરી શકશે નહીં તેવા સંજોગો ઉદ્ભવે તો ડીપોઝીટની રકમ વિના વ્યાજે પરત કરાશે તેવી સ્પષ્ટ શરત હતી. વુડાની બોર્ડ મિટીંગમાં નિર્ણય લેવા દરખાસ્ત રજૂ કરાઈ તો લીગલ અભિપ્રાયલ લેવાનુ નક્કી કરાયુ હતુ. પહેલા લિગલ અભિપ્રાયમાં માગણી ગેરકાયદે હોવાથી સંમતિ આપી શકાય તેવુ સ્પષ્ટ દર્શાવાયુ હતુ. જોકે, ફરી લિગલ અભિપ્રાય લેવાનુ નક્કી કરાયુ હતુ અને ગણતરીના ૧૮ દિવસ બાદ જે લિગલ અભિપ્રાય લેવાયો હતો તેમાં ગોળગોળ પણપોઝિટિવઅભિપ્રાય અપાયો હતો. જેના આધાર પર વુડાએ તે જમીન જેણે હરાજીમાં ભાગ લીધો હતો તેના નામે તબદીલ કરવાનો આૃર્યજનક નિર્ણય લીધો હતો. જે વિગતો બહાર આવવા લાગતા ચકચાર મચી છે.

.એમ.ડી. જમા થતાં પહેલાં બોર્ડમાંથી મંજૂરી મેળવી લીધી ?

ટેન્ડરની શરત મુજબ, જે તે પ્લોટ માટે આવેલ ટેન્ડર ઓફરો ખુલ્યા બાદ સૌથી વધુ ભાવ ભરનારે ઓફર મુજબના પુરા નાણા પૈકી ૧૦ ટકા નાણા ફાળવી હુકમ મળ્યેથી ૧૦ દિવસમાં અને ૪૦ ટકા રકમ ફાળવણીની તારીખથી ૯૦ દિવસમાં જમા કરાવવાના હતા. ત્યાર બાદ બાકી રહેતી ૫૦ ટકા રકમ ફાળવણીની તારીખથી ૧૮૦ દિવસમાં જમા કરાવવાના હતા. કિસ્સામાં નીલા એસો.ને ગત તા. ૩૦૦૫૨૦૧૭ના રોજ ફાળવણી પત્ર અપાયો હતો. જે મુજબ ૧૮૦ દિવસ એટલે કે અંદાજે મહિનામાં સંપૂર્ણ રૂપિયા ભરી દેવાના હતા. ૩૦૦૫૨૦૧૭થી મહિના એટલે કે ૩૦૧૧૨૦૧૭ સુધી તમામ રૂપિયા વુડામાં જમા કરાવાના હતા. જો તેમ કરે તો ઈએમડીની ભરેલી રકમ વુડાએ શરત મુજબ જમા લેવાની હતી, પરંતુ નીલા એસોસીયેટ્સ દ્વારા પહેલા વુડાની બોર્ડ મીટીંગમાંથી ઓક્ટેન ઈન્ફ્રા સ્પેસના નામે વેચાણ દસ્તાવેજની મંજૂરી મેળવી લીધી હતી.  

પહેલાં લીગલ અભિપ્રાયમાં ના પાડી અને પછી ગોળગોળ સંમતિ આપી !

નીલા એસોસીયેટ્સને બદલે ઓક્ટેન ઈન્ફ્રા સ્પેસના નામે વેચાણ દસ્તાવેજ કરી આપવાની માગણીને ધ્યાને રાખીને અમદાવાદની એક લો ફર્મ પાસેથી લીગલ અભિપ્રાય મેળવાયો હતો. જેમાં ટેન્ડરની શરત નં.૧૭નો ભંગ થતો હોવાથી પ્લોટ તબદીલ કરી શકાય નહીં તેવો ઉલ્લેખ હતો અને એવુ પણ દર્શાવ્યુ હતુ કે, શરત નીલા એસોસીયેટ્સે કબૂલ રાખેલી છે. તેમજ ટેન્ડરની શરતોની વિરુદ્ધ હોવાથી કાયદાની જોગવાઈ મુજબ થઈ શકે નહીં તેવો અભિપ્રાય આપ્યો હતો. પછી વુડાની બોર્ડ બેઠકમાં ફરીથી અભિપ્રાય લેવાનુ નક્કી કરાતા પહેલા અભિપ્રાય બાદ ગણતરીના ૧૮મા દિવસે તે લો ફર્મ દ્વારા ગોળગોળ સંમતિ આપતો અભિપ્રાય આપ્યો હતો અને બિલ્ડરને જલસાં પડી ગયા હતા. બિલ્ડર માટે તે અભિપ્રાય જંગનો પ્રથમ ભાગ જીતવા જેવો થઈ ગયો હતો અને પછી શું બોર્ડ મીટીંગમાં તે અભિપ્રાયને હથિયાર બનાવીને પ્લોટ તબદીલીની સંમતિ આપી દેવાઈ હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;