ભાયલી જમીનની હરાજીના ભોપાળાનો મુદ્દો સરકાર સુધી પહોંચ્યો  - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ભાયલી જમીનની હરાજીના ભોપાળાનો મુદ્દો સરકાર સુધી પહોંચ્યો 

ભાયલી જમીનની હરાજીના ભોપાળાનો મુદ્દો સરકાર સુધી પહોંચ્યો 

 | 3:04 am IST

MLAની CMને રજૂઆત ભાયલી જમીન પ્રકરણમાં સ્ટેટ વિજિલન્સ તપાસ કરાવો 

ખુબ મોટો ભ્રષ્ટાચાર અને નાણાકિય લેવડદેવડ થઈ હોવાની ધારાસભ્યને શંકા 

ા વડોદરા ા  

ભાયલીની ટીપી૧ ફાઈનલ પ્લોટ નં.૧૦૯ વાળી જમીનની વુડાએ કરેલી હરાજીમાં ભોપાળુ બહાર આવ્યુ હતુ. જે મુદ્દો હવે રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે અને આ પ્રકરણમાં સ્ટેટ વિજિલન્સની તપાસ કરાવવા તેમજ દસ્તાવેજ રદ કરાવવાની માગણી સાથે જવાબદારો સામે પગલા ભરવા ધ્યાન દોર્યુ છે.  

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આજે બુધવારે ડભોઈના ભાજપના ધારાસભ્ય શૈલેષ (સોટ્ટા) મહેતાએ રજૂઆત કરી હતી કે, વુડાએ વર્ષ ૨૦૧૭માં હરાજીથી ભાયલી ટીપી સ્કીમ નં.૧ની ફાઈનલ પ્લોટ નં.૧૦૯વાળી ૯૪૨૦ ચો.મી. જમીન નીલા એસોસીયેટ્સના ભરત પરીખે ખરીદી હતી. એ પછી ઓક્ટેન ઈન્ફ્રા સ્પેસના કશ્યપ પરીખના નામે વેચાણ દસ્તાવેજ કરાયો હતો.

આ કિસ્સામાં ટેન્ડરની શરતો અને કાયદાની ઉપરવટ તઈને નિર્ણય કરેલો છે. જે વ્યક્તિએ ટેન્ડરમાં ભાગ લીધો જ નથી તેવી વ્યક્તિના નામે ફક્ત બોર્ડ ઠરાવના આધારે દસ્તાવેજ ન થાય તે ગેરકાયદેસર છે. ત્યારે સૌ પ્રથમ વુડા દ્વારા જે ઠરાવ કરાયેલો છે તે ઠરાવ તાત્કાલીક અસરથી સરકારની સત્તાની રૂએ રદ કરવામાં આવે. ઠરાવના આધારે દસ્તાવેજ કર્યો હોય તો તે પણ રદ કરવામાં આવે અને ન કર્યો હોય તો દસ્તાવેજ ન કરવો તેવોે આદેશ કરવામાં આવે. તેમજ નીલા એસોસીયેટ્સના ભાગીદાર દ્વારા જે ઈએમડી સહિતના જે રકમ ભરેલ હોય તે જમા લેવી અને જમીનનો કબજો પણ પરત મેળવવો તેમજ આ સંદર્ભે સ્ટેટ વિજિલન્સની ઈન્કવાયરી મૂકી જવાબદારો સામે કાર્યવાહી કરવા જરૂરી નિર્દેશ આપવાની માગણીસહ રજૂઆત કરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;