ભારતના વિરોધ છતાં પાકિસ્તાને "શહીદ આતંકી"ના માનમાં બ્લેક ડે ઊજવ્યો - Sandesh
  • Home
  • World
  • ભારતના વિરોધ છતાં પાકિસ્તાને “શહીદ આતંકી”ના માનમાં બ્લેક ડે ઊજવ્યો

ભારતના વિરોધ છતાં પાકિસ્તાને “શહીદ આતંકી”ના માનમાં બ્લેક ડે ઊજવ્યો

 | 11:01 pm IST

ભારતીય જવાનોએ હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી બુરહાન વાનીને માર્યો તે દિવસથી અલગાવવાદી કાશ્મીરીઓ અને નમાલા નવાઝ શરીફ ભારતનો વિરોધ કરી રહ્યા છે. આતંકના દબાણ હેઠળ રહેલા પાકિસ્તાને 20મી તારીખે વાનીના મોતના વિરોધમાં બ્લેક ડે પણ ઊજવ્યો હતો. આતંકીઓને ભંડોળ આપનારા અને આ ભંડોળથી તોફાન કરનારા કાશ્મીરીઓએ ભારત સરકાર પર દબાણ લાવવા પ્રયાસ કર્યો છે.

સેના અને આતંકવાદીઓના દબાણ હેઠળ લાજ બચાવવા મથી રહેલા પાકિસ્તાનના નમાલા વડાપ્રધાન નવાઝ શરીફે ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું હતું. કાળો દિવસ મનાવવા દરમિયાન શરીફે જણાવ્યું કે, ભારત પાસે આ સમસ્યાનો ઉકેલ લાવવા બે જ રસ્તા છે

  • એક કે તે આ વિસ્તારમાં હિંસા ચાલુ રહેવા દે, જેણે અત્યાર સુધીમાં 11 દિવસમાં 45નો ભોગ લીધો છે.
  • બીજો રસ્તો છે કે, તે વિવાદિત ઘાટી પ્રદેશના લોકોને તેમનો અધિકાર આપી દે જેમ તેણે સંયુક્ત રાષ્ટ્રોમાં કહ્યું હતું.

 
અમારો કાશ્મીરીઓ સાથે લોહીનો સંબંધ છે 

નવાઝ શરીફે દેશને સંબોધન દરમિયાન જણાવ્યું કે, અમે ક્યારેય કાશ્મીરીઓને એકલા નહીં મૂકીએ. અમારો કાશ્મીરીઓ સાથે લોહીનો સંબંધ છે. હવે રાજનીતિ, કૂટનીતિ અને માનવાધિકાર એમ ત્રણેય મોરચે આ મુદ્દે જંગ લડવામાં આવશે. પાકિસ્તાન કેવી રીતે આ મુદ્દે અલગ રહી શકે? ભારત જ્યારે અધિકૃત કાશ્મીરમાં અમાનવીય રીતે વર્તન કરતું હોય ત્યારે પાકિસ્તાન અલગ ન રહી શકે. સમગ્ર દેશ કાશ્મીરીઓની પડખે છે. કાશ્મીરમાં ઊઠેલી આઝાદીની લહેર હવે દટવાની નથી. પ્રજા જ્યારે આઝાદી ઈચ્છતી હોય ત્યારે કોઈ તેમને અટકાવી શકતું નથી. ભારત પાસે આવા વીરોના સંદર્ષ સામે હાર માનવા સિવાય કોઈ વિકલ્પ બાકી રહ્યો નથી.  

LoC પાર કરી કાશ્મીર સુધી રેલી કાઢીશું : હાફિઝ સઈદ 
મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ અને પાકિસ્તાન સરકારની સુરક્ષા હેઠળ રહેનારા લશ્કર-એ-તૈયબાના વડા આતંકવાદી હાફિઝ સઈદે પણ ભારતને ધમકી આપી છે. શરીફના દબાણ હેઠળના વાણીવિલાસ બાદ આતંકી સઈદે પણ કાશ્મીર સુધી રેલી કાઢવાની વાતો કરી છે. તેણે ભારતને ધમકી આપી છે કે તેઓ પીઓકેથી રેલી કાઢશે અને એલઓસી પાર કરીને કાશ્મીર સુધી આવશે. સઈદના સમર્થકોએ જણાવ્યું કે, ત્રણ તબક્કામાં રેલી કાઢવામાં આવશે. પહેલાં તબક્કામાં ઈસ્લામાબાદ સુધીની રેલી કાઢવામાં આવી હતી. બીજી તબક્કામાં મુઝફફરાબાદથી ચેકો સુધી રેલી કાઢવામાં આવશે. સઈદે દાવો કર્યો છે કે અંતિમ તબક્કામાં જમ્મુ-કાશ્મીર સુધી રેલી કાઢવામાં આવશે.