ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના CIA અધિકારીઓમાં હવાના સિન્ડ્રોમની અસર જોવા મળી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના CIA અધિકારીઓમાં હવાના સિન્ડ્રોમની અસર જોવા મળી

ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના CIA અધિકારીઓમાં હવાના સિન્ડ્રોમની અસર જોવા મળી

 | 12:55 am IST
  • Share

આ મહિને ભારતના પ્રવાસે આવેલા અમેરિકામાં CIA ડિરેકટર બિલ બર્ન્સનાં પ્રતિનિધિમંડળનાં સભ્યો પૈકી કેટલાક અધિકારીઓમાં હવાના સિન્ડ્રોમની અસર જોવા મળતા અમેરિકાના સત્તાવાળાઓમાં ફફડાટ ફેલાયો છે. હવાના સિન્ડ્રોમને કારણે ભારતમાં તેમને મેડિકલ સારવાર આપવાની ફરજ પડી હતી. આ ઘટનાએ અમેરિકાની સરકારમાં ચેતવણીનો સૂર ઉચ્ચાર્યો છે અને CIA વડા બર્ન્સ રોષે ભરાયા છે. અમેરિકાના અધિકારીઓને ભારતમાં હવાના સિન્ડ્રોમની અસર થઈ હોવાના મીડિયામાં પ્રસિદ્ધ થયેલા આ પહેલા સમાચાર છે. CIAના કેટલાક અધિકારીઓએ કહ્યું હતું કે, આ મુદ્દો બર્ન્સને સીધો સંદેશ પાઠવે છે કે અમેરિકા માટે કામ કરતા ઉચ્ચ કક્ષાના જાસૂસોે સહિત કોઈ વ્યક્તિ સલામત નથી. કેટલાક દેશો પછી હવે ભારતમાં પણ હવાના સિન્ડ્રોમની અસર થઈ હોવાના પહેલા કેસ મળ્યા હતા.   બર્ન્સ અને તેમની ટીમ ૭ સપ્ટેમ્બરે ભારતના નેશનલ સિક્યુરિટી સલાહકાર અજીત ડોભાલને મળી હતી. આ પછી ટીમ દ્વારા પાકિસ્તાનનો પ્રવાસ ખેડાયો હતો જ્યાં તેઓ આર્મી ચીફ જનરલ બાજવાને મળ્યા હતા. બર્ન્સની ટીમ દ્વારા ડોભાલ સાથે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા મુદ્દે ચર્ચા કરાઈ હતી.  હવાના સિન્ડ્રોમ એક પ્રકારની રહસ્યમય બીમારી છે જેમાં માઈગ્રેન, શરદી અને યાદશક્તિ ગુમાવવી તેમજ ચક્કર અને મગજનાં જ્ઞાાનતંતુઓને નુકસાન થવાનાં લક્ષણો જોવા મળે છે. અમેરિકાનાં ૨૦૦ જેટલા અધિકારીઓ અને તેમનાં પરિવારજનોને હવાના સિન્ડ્રોમની અસર જોવા મળી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો