ભારતની મેન્સ ટીમ 11 વર્ષ બાદ થોમસ કપની ક્વાર્ટર ફાઇનલમાં - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Other Sports
  • ભારતની મેન્સ ટીમ 11 વર્ષ બાદ થોમસ કપની ક્વાર્ટર ફાઇનલમાં

ભારતની મેન્સ ટીમ 11 વર્ષ બાદ થોમસ કપની ક્વાર્ટર ફાઇનલમાં

 | 4:59 am IST
  • Share

ભારતે એકતરફી મુકાબલામાં તાહિતીને 5-0થી કારમો પરાજય આપ્યો

ભારતીય મેન્સ બેડમિન્ટન ટીમે તાહિતીને 5-0થી કારમો પરાજય આપીને 2010 બાદ પ્રથમ વખત થોમસ કપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આ પહેલાં ભારતની મેન્સ ટીમે રવિવારે નેધરલેન્ડ્સને પણ 5-0ના ર્માિજનથી હરાવ્યું હતું. તાહિતી સામેના વિજયથી ભારત ગ્રૂપ-સીમાં બીજા ક્રમે પહોંચી ગયું છે અને તેનો આગામી મુકાબલો ચીન સામે થશે. બી. સાઇ પ્રણિથે પ્રથમ સિંગલ મેચમાં લૂઇસ ઔબ્યૂબોઇસને માત્ર 23 મિનિટમાં 21-5, 21-6થી હરાવ્યો હતો. સમીર વર્માએ 41 મિનિટમાં રેમી રોસીને 21-12, 21-12થી હરાવીને ભારતને 2-0થી આગળ કરી દીધું હતું. કિરણ જ્યોર્જે મેન્સ સિંગલ્સની ત્રીજી મેચમાં ઇલિયાસ મોબ્લાંકને માત્ર 15 મિનિટમાં 21-4, 21-2થી હરાવીો ભારતને 3-0ની લીડ અપાવી હતી.

ડબલ્સ મુકાબલામાં કૃષ્ણ પ્રસાદ અને વિષ્ણુ વર્ધનની જોડીએ 21 મિનિટમાં 21-8,21-7થી વિજય હાંસલ કર્યો હતો. સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ મોબ્લાંક અને હીવા યવોનેટની જોડીને 21-5, 21-3થી હરાવી હતી. ભારતની મેન્સ ટીમે છેલ્લે 2010માં ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યાં તેને ઇન્ડોનેશિયા સામે પરાજયનો સામનો કરવો પડયો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો