ભારતમાં ત્રીજી લહેરની શક્યતાઓ નહીંવત્, બુસ્ટર ડોઝની જરૂર જણાતી નથી : ડો. ગુલેરિયા - Sandesh
  • Home
  • India
  • ભારતમાં ત્રીજી લહેરની શક્યતાઓ નહીંવત્, બુસ્ટર ડોઝની જરૂર જણાતી નથી : ડો. ગુલેરિયા

ભારતમાં ત્રીજી લહેરની શક્યતાઓ નહીંવત્, બુસ્ટર ડોઝની જરૂર જણાતી નથી : ડો. ગુલેરિયા

 | 4:31 am IST
  • Share

રસીકરણ અને ટેસ્ટિંગ તથા ટ્રેસિંગના કારણે દેશમાં સ્થિતિ કાબૂમાં છે : એમ્સના વડા

આગામી સમયમાં કોરોનાની મહામારી સ્થાનિક બીમારીમાં પરિવર્તિત થઈને રહી જશે

ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાઓ નહીવત હોવાનું દેખાઈ રહ્યું છે. તાજેતરમાં એમ્સના વડા ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, દેશમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને વેક્સિનેશનનું પ્રમાણ વધારે છે. તેના કારણે કોરોના કાબૂમાં છે. આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેર આવે તેમ લાગતું નથી. તેના પગલે હાલમાં રસીનો ત્રીજો બુસ્ટર ડોઝ લેવાની પણ જરૂર જણાઈ રહી નથી. આગામી સમયમાં આ મહામારી સ્થાનિક બીમારીમાં જ પરિવર્તિત થઈ જશે. તેમણે એમ પણ જણાવ્યું કે, દેશમાં વ્યાપક પ્રમાણમાં રસીકરણ થયેલું છે. હાલમાં કોરોનાના નવા કેસની સંખ્યા પણ ઘટી ગઈ છે.

દેશમાં સ્કૂલો ખૂલતા જ ત્રણ રાજ્યોમાં 100 બાળકો પોઝિટિવ 

દિવાળી બાદ કેટલાક દિવસથી દેશના ઘણા રાજ્યોમાં સ્કૂલો ખોલવામાં આવી છે. બાળકોના અભ્યાસ માટે નિર્ણય આવકારદાયક છે પણ કોરોનાની દૃષ્ટિએ સ્થિતિ જોખમી થઈ રહી છે. છેલ્લા બેત્રણ દિવસમાં દેશના ત્રણ રાજ્યોમાં 100થી વધારે બાળકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મંત્રાલયના અહેવાલ પ્રમાણે જયપુરમાં 11 બાળકો કોરોના પોઝિટિવ આવ્ય્ાા છે. બીજી તરફ તેલંગણામાં 28 બાળકો સંક્રમિત થયા છે જ્યારે સૌથી વધારે ઓડિશામાં 70 વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે.  

દેશમાં 24 કલાકમાં 9,283 નવા કેસ આવ્યા, 437 મોત 

દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 9,283 નવા કેસ આવ્યા છે. જાણકારોના મતે સક્રિય કેસમાં પણ મોટો ઘટાડો આવ્યો છે. દેશમાં હાલમાં કોરોનાના 1,11,481 જેટલા એક્ટિવ કેસ છે જે છેલ્લા 537 દિવસમાં સૌથી ઓછા છે. આ ઉપરાંત દેશમાં 437 લોકોનાં મોત થયાં છે અને 10,949 લોકો સાજા થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સતત 47મા દિવસે દૈનિક કેસ 20,000થી ઓછા આવ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો