ભારતમાં ફિટનેસ બેલ્ટનું માર્કેટ દિવસે ને દિવસે વધી રહ્યું છે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Tech
  • ભારતમાં ફિટનેસ બેલ્ટનું માર્કેટ દિવસે ને દિવસે વધી રહ્યું છે

ભારતમાં ફિટનેસ બેલ્ટનું માર્કેટ દિવસે ને દિવસે વધી રહ્યું છે

 | 5:48 am IST
  • Share

સ્માર્ટફોનના આગમન બાદ સાદી ઘડિયાળોનો મોટાભાગનો બિઝનેસ પડી ભાંગ્યો છે, પણ કંપનીઓએ હવે બિઝનેસ માટે નવો રસ્તો શોધી કાઢયો છે અને તે છે ફિટનેસ બેન્ડ. હવે માત્ર સમય બતાવતી ઘડિયાળને બદલે મોંઘાદાટ ફિટનેસ બેન્ડનો જમાનો આવી ગયો છે અને યુવાવર્ગ તેને હોંશેહોંશે અપનાવી રહ્યો છે. ઝ્રટ્વહટ્વઙ્મઅજના એક માર્કેટ રિસર્ચ રિપોર્ટ મુજબ ચાઈનીઝ કંપની શાઓમીએ ૨૦૨૧ના બીજા ત્રિમાસિક ગાળામાં વિયરેબલ શિપમેન્ટમાં એપલને પાછળ છોડી દીધી છે. આંકડાઓ પ્રમાણે ગ્લોબલ વિયરેબલ માર્કેટના જૂનમાં સમાપ્ત થતા ત્રિમાસિક ગાળામાં ૪૦.૯ મિલિયન યુનિટ સાથે શિપમેન્ટમાં સામાન્ય ૬ ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. જ્યારે એપલે હેલ્થ ર્માિજનમાં સ્માર્ટવોચ સેગમેન્ટમાં ટોપ રેન્ક મેળવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ત્રિમાસિક ગાળામાં સ્માર્ટવોચની માંગ ફિટનેસ બેન્ડની માંગ કરતાં આગળ નીકળી ગઈ છે.  

શાઓમીએ ૨૦૨૧ના બીજા ત્રિમાસિક ગાળામાં કુલ શિપમેન્ટમાં ૧૯.૬ ટકા ભાગીદારી સાથે વિયરેબલ માર્કેટમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. આ સાથે જ તેણે આ સેગમેન્ટમાં એપલને પાછળ છોડી દીધી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શાઓમીનું પ્રદર્શન સ્ૈ મ્ટ્વહઙ્ઘ ૬ ના લોન્ચિંગ પછી ઘણું મજબૂત થયું છે. રિસર્ચ કરનાર કંપનીનું કહેવું છે કે, શાઓમીની બેઝિક વોચના પર્ફોર્મન્સે પણ કંપનીને આ ત્રિમાસિક ગાળામાં પોતાની કાંડા ઘડિયાળના શિપમેન્ટને ૧.૩ મિલિયન યુનિટ સુધી વધારવામાં મદદ કરી હતી. એપલે ૭.૯ મિલિયન યુનિટ શિપમેન્ટ કર્યા અને બીજા પડાવ માટે ૧૯.૬ ટકાની કુલ માર્કેટ ભાગીદારી રાખી. હુવેઈએ ચીનની સાથે ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે, જેનાથી તેને ૩.૭ મિલિયન શિપમેન્ટ અને ૯.૨ ટકા માર્કેટ ભાગીદારી સાથે પોતાના શિપમેન્ટને આગળ વધારવામાં મદદ મળી હતી.  

રિસ્ટ વોચ સેગમેન્ટમાં એપલ અગ્રેસર

હેલ્થ બેન્ડમાં ભલે ચાઈનીઝ કંપનીઓ આગળ રહી હોય પરંતુ કાંડા ઘડિયાળ સેગમેન્ટમાં એપલ અગ્રેસર રહ્યું છે. તેણે શિપમેન્ટમાં ૨૦૨૧ના બીજા ત્રિમાસિક ગાળામાં ૩૧.૧ ટકા માર્કેટ ભાગીદારી સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ હુવેઈની સાથે ૯ ટકા અને ર્ગાિમન સાથે ૭.૬ ટકા માર્કેટ ભાગીદારી હતી. સેમસંગ ગેલેક્સી વોચ ૪ સીરિઝના વર્તમાન લોન્ચિંગે સાથે વેર ર્ંજી ૩ ડેવલપ કરવા માટે સેમસંગને ૨૦૨૧ના બીજા ત્રિમાસિક ગાળામાં સ્માર્ટવોચ શિપમેન્ટમાં ચોથું સ્થાન મેળવવા અને અંદાજે ૮૫ ટકા ર્વાિષક ગ્રોથ મેળવવામાં મદદ કરી. તેની માર્કેટ ભાગીદારી ૭ ટકા હતી. તેનાથી વિપરીત, હુવેઈએ રિસ્ટ વોચના મામલે બીજા સ્થાને રહીને શિપમેન્ટમાં અંદાજે ૩૩.૯ ટકા પીછેહઠ નોંધાવી હતી. રિસર્ચ કંપનીનું કહેવું છે કે, વેન્ડર સ્માર્ટવોચ ટેક્નોલોજીમાં એક મોટી જનરેશનલ છલાંગ લગાવવાના પ્રયત્નો કરી રહ્યાં છે. તેઓ યૂઝર એક્સપીરિઅન્સ અને બેટરી લાઈફ જેવા બેઝિક ફીચર્સમાં સુધારા કરી રહ્યાં છે. ખુદના યુઆઈ ડેવલપ કરી રહ્યાં છે અને નવા, અપડેટેડ ઉપયોગને આર્કિષત કરવા માટે પોતાની ઈકોસિસ્ટમનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો