ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાના ૨૫,૪૦૪ નવા કેસ, ૩૩૯નાં મોત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાના ૨૫,૪૦૪ નવા કેસ, ૩૩૯નાં મોત

ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાના ૨૫,૪૦૪ નવા કેસ, ૩૩૯નાં મોત

 | 2:00 am IST
  • Share

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના નવા ૨૫,૪૦૪ કેસ નોંધાતાં કુલ કેસની સંખ્યા ૩,૩૨,૮૯,૫૭૯ થઇ હતી. ૨૪ કલાકમાં ૩૩૯ દર્દીઓએ જીવ ગુમાવતાં કોરોના મહામારીનો કુલ મૃતાંક ૪,૪૩,૨૧૩ ઉપર પહોંચ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના એક્ટિવ રેસમાં ૧૨,૦૬૨ કેસનો ઘટાડો થતાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૩,૬૨,૨૦૭ ઉપર આવી ગઇ હતી. દેશમાં કોરોના દર્દીઓમાં રિકવરી રેટ ૯૭.૫૮ ટકા પર રહ્યો હતો. દેશમાં સોમવારે ૧૪,૩૦,૮૯૧ ટેસ્ટ કરાયાં હતાં. અત્યાર સુધીમાં દેશમાં ૫૪,૪૪,૪૪,૯૬૭ સેમ્પલ ટેસ્ટ કરાયાં છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૧.૭૮ રહ્યો હતો. કોરોના સંક્રમણમાંથી સાજાપણું મેળવનાર દર્દીઓની સંખ્યા ૩,૨૪,૮૪,૧૫૯ થઇ છે. દેશમાં અત્યારસુધીમાં ૭૫.૨૨ કરોડ કરતાં વધુ કોરોના રસીના ડોઝ અપાઇ ચૂક્યાં છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા ૨૫,૪૦૪ કેસમાં સૌથી વધુ ૧૫,૦૫૮ કેસ કેરળમાં નોંધાયાં હતાં. કેરળમાં સોમવારે ૯૯ દર્દીનાં મોત નોંધાયાં હતા. મંગળવારે કેરળમાં કોરોના કેસ વધીને ૧૫,૮૭૬ પર પહોંચી ગયાં હતાં અને ૧૨૯ દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. દેશમાં સૌથી વધુ કોરોના સંક્રમણ કેરળમાં છે.

હવે કર્ણાટકના મેંગલોરમાં નિપાહ સંક્રમણનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. નિપાહ અને કોવિડ ટેસ્ટ કિટ બનાવતી ગોવાની એક કંપનીમાં કામ કરતા ૨૫ વર્ષીય યુવકમાં નિપાહ વાઇરસના લક્ષણ દેખાતાં તેને જિલ્લા વેનલોક હોસ્પિટલ ખાતે આઇસોલેટ કરી દેવાયો છે. યુવાને પોતે નિપાહ વાઇરસથી સંક્રમિત થયો હોવાની શંકા જાહેર કરતાં તેના બ્લડ, યુરિન સેમ્પલ પૂણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાઇરોલોજી ખાતે ટેસ્ટિંગ માટે મોકલી અપાયાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન