ભારતમાં 14% બાળકો અને તરુણો માનસિક તણાવ હેઠળ - Sandesh
1.6M
1M
1.7M
APPS

ભારતમાં 14% બાળકો અને તરુણો માનસિક તણાવ હેઠળ

 | 3:00 am IST
  • Share

યુનિસેફ દ્વારા ‘ધ સ્ટેટ ઓફ ધ વર્લ્ડ’સ ચિલ્ડ્રન-2021નામે વિસ્તૃત રિપોર્ટ રજૂ કરાયો છે. ભારતમાં 10થી 19 વર્ષનાં 7 ટકા બાળકો ઓવરવેઈટ છે, જોકે વિશ્વમાં આ સરેરાશ આંક 24 ટકા છે. 14 ટકા માનસિક તણાવ હેઠળ છે, જે ઈતર પ્રવૃત્તિમાં જવલ્લે જ ભાગ લે છે. માનસિક આરોગ્ય બાબતે 41ટકા બાળકો સહાય અથવા કાઉન્સેલિંગ માટે જાગ્રત છે. 5 કરોડ બાળકો અને તરુણોને મનોસ્વાસ્થ્યને લગતા પ્રશ્નો માટે યોગ્ય નિરાકરણ મળ્યું ન હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. ભારતમાં મેન્ટલ હેલ્થ માટે બજેટમાં 0.05 ટકા રકમ ફાળવવામાં આવે છે. ભારતમાં તા.5 ઓક્ટોબરથી માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન લોન્ચ કરવામાં આવેલું છે પરંતુ ભણતરના વધતા જતા ભારણ સામે આ અભિયાનની સફળતા સામે પ્રશ્નાર્થ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો