ભારતીય ખેલાડીઓને લિજેન્ડ ક્રિકેટર રિચર્ડ્સે ટિપ્સ આપી - Sandesh
  • Home
  • Sports
  • ભારતીય ખેલાડીઓને લિજેન્ડ ક્રિકેટર રિચર્ડ્સે ટિપ્સ આપી

ભારતીય ખેલાડીઓને લિજેન્ડ ક્રિકેટર રિચર્ડ્સે ટિપ્સ આપી

 | 3:59 am IST

એન્ટિગા, તા. ૧૯ 

વેસ્ટ ઇન્ડીઝના મહાન બેટ્સમેન વિવિયન રિચર્ડસે અહીં શરૂ થનાર પ્રથમ ટેસ્ટ મેચ અગાઉ ભારતીય ટીમની હોટેલમાં જઈ કેપ્ટન વિરાટ કોહલી સાથે મુલાકાત કરી હતી અને મેચ અગાઉ મહત્ત્વપૂર્ણ ટિપ્સ આપી હતી. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ૨૧થી ૨૫ જુલાઈ દરમિયાન પ્રથમ ટેસ્ટ મેચ એન્ટિગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમાશે. 

ભારતીય ક્રિકેટર વિરાટ કહોલી, શિખર ધવન, અજિંક્ય રહાણે, મુરલી વિજય અને કેએલ રાહુલે રિચર્ડ્સ સાથે તસવીર ખેંચાવી હતી. કોહલીએ ટ્વિટર પર લખ્યું , મહાન ખેલાડી સર વિવિયનસ રિચર્ડ્સ સાથે યાદગાર પળ હતી. તેમની પાસેથી અનમોલ સલાહ મળી હતી. ધવને લ્ખ્યું ગ્રેટ વિવિયન રિચર્ડ્સ સાથે વાતચીત કરી મજા આવી. તેમની સાથે મુલાકાત બાદ ખુશી મહેસૂસ કરું છું. લોકેશ રાહુલે લખ્યું કે, સર વિવિયન રિચર્ડ્સે અમને સલાહ આપી હતી. તેમને જોઈ મારા અંદરનો પ્રશંસક જાગી ઉઠયો હતો.  

બીસીસીઆઈએ આ મુલાકાતની તસવીરો ટ્વિટર પર શેર કરી લખ્યું ધ કિંગ વિવિયન રિચર્ડ્સ અને પ્રિન્સ વિરાટ કોહલી એન્ટિગુઆમાં એક સાથે.