ભારત અને ચીન વચ્ચેનો વેપાર 100 અબજ ડોલરની સપાટીએ પહોંચી જશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ભારત અને ચીન વચ્ચેનો વેપાર 100 અબજ ડોલરની સપાટીએ પહોંચી જશે

ભારત અને ચીન વચ્ચેનો વેપાર 100 અબજ ડોલરની સપાટીએ પહોંચી જશે

 | 4:03 am IST
  • Share

સરકારના પોકળ દાવા વચ્ચે વધી રહેલો વેપાર

ચાલુ વર્ષના પ્રથમ 9મહિનામાં 90 અબજ ડોલરનો વેપાર નોંધાઈ ચૂક્યો છે

ભારત અને ચીન વચ્ચેનો વેપાર 100 અબજ ડોલરની સપાટીએ ચાલુ વર્ષે પહોંચી જશે તેમ મનાય છે. કેલેન્ડર વર્ષના પ્રથમ 9મહિના દરમિયાન આ વેપાર 90 અબજ ડોલર પર પહોંચી ગયો છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા ઠંડા યુદ્ધ છતાં આ વેપાર વધી રહ્યો છે. ચીનની કુલ આયાત અને નિકાસ ર્વાિષક સરખામણીએ 22.7 ટકાથી 4.38 ટ્રિલિયન ડોલરની થઈ છે. 2019એટલે કે કોવિડ પહેલાંના આંકડા કરતાં આ આંકડો 23.4 ટકા વધારે છે તેવું જનરલ એડમિનિસ્ટ્રેશન ઓફ કસ્ટમ દ્વારા જણાવાયું છે. ભારતની નિકાસ 21.91 અબજ ડોલર પર પહોંચી ગઈ છે.

ભારત અને ચીન વચ્ચેનો વેપાર સપ્ટેમ્બરના મહિનાના અંત સુધીમાં  90.37 અબજ ડોલર પર પહોંચી ગયો છે જે ર્વાિષક ધોરણે 49.3 ટકાનો વધારો દર્શાવતો હોવાનો ચીની કસ્ટમ વિભાગે જણાવ્યું છે. ભારત ખાતે ચીનની નિકાસ ર્વાિષક ધોરણે 51.7 ટકા વધીને 67.46 અબજ ડોલરની થઈ છે. ભારતે તાકીદના ધોરણે ઓક્સિજન કોન્સનટ્રેટર જેવા તબીબી સાધનો કોરોના કારણે મંગાવતા આ નિકાસમાં વધારો થયો છે જ્યારે સામા પક્ષે ભારતની નિકાસ 21.91 અબજ ડોલરની થવા પામી છે જે 42.5 ટકાનો વધારો દર્શાવે છે. કેટલાક નિરીક્ષકો કહે છે કે બાકીના ત્રણ મહિનામાં બંને દેશ વચ્ચેનો વેપાર 100 અબજ ડોલરની સપાટીએ પહોંચી જશે. એલએસી તથા લદાખ સરહદે તંગદિલી છતાં બંને દેશો વચ્ચેનો વેપાર વધી રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેરની આશંકા છતાં હજી પણ ચીન ખાતેથી ભારતે આયાત ચાલુ રાખી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો