ભારત દેશમાં સાચું લોકતંત્ર બનાવવાની જવાબદારી સૌની છે : આર. સી. પટેલ - Sandesh
  • Home
  • NRI
  • ભારત દેશમાં સાચું લોકતંત્ર બનાવવાની જવાબદારી સૌની છે : આર. સી. પટેલ

ભારત દેશમાં સાચું લોકતંત્ર બનાવવાની જવાબદારી સૌની છે : આર. સી. પટેલ

 | 4:30 am IST

સલવાવ ગુરુકુલ ખાતે વાપી તાલુકા કક્ષાના પ્રજાસતાક દિનની શાનદાર ઉજવણી 

વાપી, તા.૨૭

વાપી તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ ખાતે થઇ હતી, આ પ્રસંગે વાપીના મામલતદાર આર.સી.પટેલના હસ્તે ધ્વજ લહેરાવી સલામી અપાઈ હતી.

આ પ્રસંગે મામલતદાર આર.સી.પટેલે જણાવ્યું હતું કે આઝાદી અપાવનાર દેશભક્તોના બલિદાનને એળે નહિ જવા દઈ ગણતંત્રને સાચા અર્થમાં લોકતંત્ર બનાવવાની જવાબદારી આપણી છે.

આ પ્રસંગે ઉપસ્થિત સંસ્થાના સ્થાપક પૂ. પુરાણી સ્વામીજીએ આપણે આપણી ફરજ નિભાવવામાં પાછા ન પડીએ અને સ્વચ્છતા, પાણી બચત, દિન દુખીયાને સહાય વગેરે કાર્યો કરી ખરી દેશ ભક્તિની ભાવના જાળવવા આહવાન કર્યું હતું. મે.ટ્રસ્ટી. પૂ. કપિલ સ્વામીજીએ આ પ્રસંગે સંસ્થામાં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીનો અવસર આપવા બદલ આભાર વ્યક્ત કરી અને સંસ્થા દ્વારા ચાલતા શિક્ષણ ઉપરાંત વિવિધ સામાજિક પ્રકલ્પોની માહિતી આપી આગામી સત્રથી ગુજરાતી મીડિયમ પ્રાથમિક શાળામાં ૨૦૦ ગરીબ નિરાધાર બાળકી ઓને મફત શિક્ષણ આપવાના સંકલ્પની જાહેરાત કરી હતી.

વિશેષમાં પોલીસ પરેડ, બાળકોના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો બાદ તેજસ્વી તારલાઓનું સન્માન પણ મહાનુભાવોના હસ્તે થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન