ભારત ધાર્મિક સમુદાયોને હિંસા, ભેદભાવથી બચાવે : રિપબ્લિકન પાર્ટી - Sandesh
  • Home
  • World
  • ભારત ધાર્મિક સમુદાયોને હિંસા, ભેદભાવથી બચાવે : રિપબ્લિકન પાર્ટી

ભારત ધાર્મિક સમુદાયોને હિંસા, ભેદભાવથી બચાવે : રિપબ્લિકન પાર્ટી

 | 3:55 am IST

વોશિંગ્ટન :

અમેરિકાના ઓહિયો ખાતે ક્લીવલેન્ડમાં રિપબ્લિકન પાર્ટી દ્વારા પોતાના મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત દરમિયાન રિપબ્લિકન પાર્ટીએ ભારતને અમેરિકાનો જીયોપોલિટિકલ સાથી ગણાવ્યો હતો. ભારતને મહત્ત્વનો સાથી ગણાવવા ઉપરાંત રિપબ્લિકન પાર્ટીએ જણાવ્યું હતું કે, ભારતે પોતાના દેશમાં તમામ ધાર્મિક સમુદાયોને હિંસા અને ભેદભાવથી બચાવવા જોઈએ. અમેરિકામાં હાલમાં રાષ્ટ્રપ્રમુખ પદ માટે ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટી વચ્ચે કટ્ટર હરીફાઈ ચાલી રહી છે. રિપબ્લિકન પાર્ટીએ સ્થિતિનો લાભ લેવા ૫૮ પાનાનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો.