ભારત-પાકિસ્તાનના બે ક્રિકેટર વચ્ચે શરૂ થઈ રોમાંચક ટક્કર - Sandesh
  • Home
  • Sports
  • ભારત-પાકિસ્તાનના બે ક્રિકેટર વચ્ચે શરૂ થઈ રોમાંચક ટક્કર

ભારત-પાકિસ્તાનના બે ક્રિકેટર વચ્ચે શરૂ થઈ રોમાંચક ટક્કર

 | 10:56 am IST

ભારત અને પાકિસ્તાન મેદાન ઉપર સામ સામે હોય ત્યારે તમેની ટક્કર ઉપર બધાની નજર રહે છે. પરંતુ ક્યારેક ક્યારેક એવું પણ હોય છે કે બંને અલગ-અલગ મેદાનો ઉપર બીજી ટીમ સાથે ટક્કર લઈ રહ્યાં હોય છે ત્યારે પણ ક્યારેક લડાઈ જન્મ લઈ લેતી હોય છે. આ વખતે છે આ લડાઈ છે બે ખેલાડીઓ વચ્ચે.
આ ટક્કર ભારતનો સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને પાકિસ્તાનનો લેગ સ્પિનર યાસિર શાહ વચ્ચે છે.

આ રવિવારે લોર્ડસના મેદાનમાં 10 વિકેટ ચટકાવીને યાસિરે પાકિસ્તાનને જીત અપાવી હતી. આ મેચ બાદ યાસિર સીધો આઈસીસી રેન્કિંગમાં ટોપ ઉપર પહોંચી ગયો છે. આ સમયે યાસિર શાહ 878 રેટિંગ અંક ઉપર આવી ગયો છે જ્યારે અશ્વિન 871 રેટિંગ અંક ઉપર છે. આવનાર સમયમાં ભારતને વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ ચાર ટેસ્ટ મેચ રમવાની છે. જ્યારે પાકિસ્તાનને ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચ રમવાની બાકી છે. એવામાં તે દિલચસ્પ રહેશે કે આ બંનેમાંથી કોણ આગળ નિકળે છે.

અસલમાં 10 વર્ષ બાદ એવું થયું છે કે, આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોચ ઉપર બંને સ્પીનર છે. આનાથી પહેલા 2006માં આવો સંયોગ જોવા મળ્યો હતો. જ્યારે શ્રીલંકાનો મુથેયા મુરલીધરન અને ઓસ્ટ્રેલિયાનો શેન વોર્ન ટોચના બે સ્થાન ઉપર હતા. હવે તે જોવું રહેશે કે, ભારત-પાકિસ્તાનના આ બે ખેલાડીઓમાંથી આ ટેસ્ટ પછી પહેલા નંબરે કોણ બાજી મારશે. જો કે ત્રીજા નંબર ઉપર રહેલ જેમ્સ એન્ડરસન માટે પણ નંબર વન બનવાની તક છે.